ગંભીર અક્સ્માતમાં કચ્ચર ઘાણ થયેલી કારમાં સવાર પાંચ યુવકો માંથી ચારના દર્દનાક મોત

જયપુર(Jaipur): જયપુર-દિલ્હી(jaipur-Delhi) હાઇવે પર ઘાટવાડા પુલિયા પાસે સોમવારે સવારે એક દર્દનાક અકસ્માત(Accident) થયો હતો. જેમાં અનિયંત્રિત ટ્રેલર ડિવાઇડર પર ચડી ગયું અને બીજી બાજુથી આવતા…

જયપુર(Jaipur): જયપુર-દિલ્હી(jaipur-Delhi) હાઇવે પર ઘાટવાડા પુલિયા પાસે સોમવારે સવારે એક દર્દનાક અકસ્માત(Accident) થયો હતો. જેમાં અનિયંત્રિત ટ્રેલર ડિવાઇડર પર ચડી ગયું અને બીજી બાજુથી આવતા ટ્રેલરમાં ઘૂસી ગયું. બે ટ્રેલરો વચ્ચે અથડામણ દરમિયાન, એક કાર તેમની વચ્ચે ફસાઈ ગઈ હતી. આ દરમિયાન ટ્રેલર(Trailer)ની કેબિનમાં પણ આગ લાગી હતી. ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને કારમાં સવાર પાંચ ઘાયલોને હોસ્પિટલ(Hospital) લઈ ગઈ. જ્યાં ત્રણને મૃત જાહેર કરાયા હતા. સારવાર દરમિયાન એક યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે એકની સારવાર ચાલી રહી છે. પોલીસે બે ફાયર ટેન્ડરોની મદદથી ટ્રેલરમાં આગ પર કાબૂ મેળવ્યો હતો. ક્રેનની મદદથી ત્રણ ક્ષતિગ્રસ્ત વાહનોને રસ્તાની બાજુમાં મુકાવ્યા હતા.

આ અકસ્માતમાં કારમાં સવાર ચાર લોકોના મોત થયા છે. તેમાંથી 22 વર્ષીય મોહનલાલ દાદરવાલ, 22 વર્ષીય સુભાષકુમાર, 20 વર્ષીય હંસરાજ, 25 વર્ષીય નરેન્દ્રસિંહનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. સંદીપ મહારિયા ગંભીર રીતે ઘાયલ છે, જે NIMS હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કારમાં સવાર તમામ લોકો બિહારના પટના શહેરમાં જઈ રહ્યા હતા.

સંતોષ કુમાર ખિચડ નિવાસી ગણેશપુરા ખાતુશ્યામ જીએ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવ્યો છે. સંતોષે જણાવ્યું કે, તેનો ડ્રાઇવર સુભાષ જાટ તેના મિત્રો નરેન્દ્ર સિંહ, હંસરાજ મહારિયા, મોહનલાલ દાદરવાલ અને સંદીપ મહારિયા સાથે સવારે 3 વાગ્યે પલસાણાથી દિલ્હી જવા નીકળ્યો હતો. સવારે 4:30 થી 5 ની વચ્ચે, સુભાષ તેના મિત્રો સાથે જયપુર-દિલ્હી હાઇવે પરથી લગભગ 100 થી 150 મીટર જ ચાલ્યા હતા. ત્યારે પાછળથી એક ઝડપી ટ્રેલર આવીને ડિવાઈડર તોડીને બીજા ટ્રેલરમાં ઘુસી ગયો. આ બંને ટ્રેલરની ટક્કરમાં તેમની કાર અવી ગઈ. કારને ભારે નુકસાન થયું હતું. કારમાં સવાર નરેન્દ્ર સિંહ, હંસરાજ મહારિયા, મોહન દાદરવાલ અને ડ્રાઈવરનું મોત થયું હતું. આ દરમિયાન સંદીપ ગંભીર રીતે ઘાયલ થયો હતો. માહિતી મળતા જ સંતોષ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ટ્રેલર ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

મળતી માહિતી મુજબ, એક ટ્રેલર જયપુરથી ઘઉં લઈને દિલ્હી જઈ રહ્યું હતું. તે ઘાટવાડા પુલિયા પાસે નિયંત્રણ ખોરવાઈ ગયું અને ડીવાઈડર તોડીને દિલ્હીથી જયપુર આવતા ટાઇલ્સ ભરેલા ટ્રેલરમાં ઘુસી ગયું. ત્યારે ઓવરટેક કરતી વખતે સીકર બાજુથી આવેલી કાર બંને ટ્રેલરની વચ્ચે ફસાઈ ગઈ અને કારનો કચ્ચરઘાણ નીકળી ગયો. આ પછી ટાઇલ્સથી ભરેલું ટ્રેલર પલટી ગયું અને ઘઉંથી ભરેલા ટ્રેલરની કેબિનમાં આગ લાગી હતી. પસાર થતા લોકોએ તાત્કાલિક પોલીસને અકસ્માતની જાણ કરી હતી.

માહિતી મળતા હરમદા અને ચાંદવાજી પોલીસ સ્ટેશનની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડને જાણ કર્યા બાદ, પસાર થતા લોકોની મદદથી કારમાં ફસાયેલા પાંચ યુવાનોને ભારે જહેમત બાદ બહાર કાવામાં આવ્યા હતા. પાંચ ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સની મદદથી ગંભીર હાલતમાં નિમ્સ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ ત્રણ યુવકોને મૃત જાહેર કર્યા હતા. બે ઘાયલોમાંથી એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

પોલીસે જણાવ્યું હતું કે, અકસ્માત દરમિયાન બંને ટ્રેઇલરનો ડ્રાઇવર અને હેલ્પર સ્થળ પરથી ભાગી ગયા હતા. આગની માહિતી મળતા જ ચૌમુના બે અને જયપુરના ત્રણ ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર ફાઇટરોએ 15 મિનિટની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. આગને કારણે ટ્રેલરની કેબિન સંપૂર્ણપણે બળીને ખાખ થઇ ગઈ હતી. તે જ સમયે, રસ્તા પર પલટી ગયેલા ટ્રેલરમાં ટાઈલ્સ ભરી હોવાના કારણે પોલીસે તેને કાબૂમાં લેવા માટે ઘણા પ્રયત્નો કરવા પડ્યા હતા. અકસ્માત બાદ હાઇવે પર બે કિલોમીટર લાંબો ટ્રાફિક જામ હતો. ક્રેનની મદદથી પોલીસે ત્રણેય ક્ષતિગ્રસ્ત વાહનોને રસ્તાની બાજુમાં મુકાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *