ગુજરાત(Gujarat): કચ્છ(Kutch)ના સંવેદનશીલ હરામીનાળા વિસ્તારમાં હાલમાં જ 3 દિવસમાં 10 પાકિસ્તાની બોટ સાથે 3 પાકિસ્તાની માછીમાર BSFના હાથે ઝડપાઇ ગયા હતા જેમાં ઝડપાયેલા શખ્સો જેઆઇસીમાં ધકેલી દેવામાં આવ્યા છે તેવામાં હવે કોસ્ટગાર્ડની ટીમ(Coastguard team) દ્વારા આંતરરાષ્ટ્રીય જળસીમામાં કાર્યવાહી કરીને પાકિસ્તાની બોટ(Pakistani boat) સાથે 7 શખ્સોને ઝડપી પાડ્યા છે અને આગળની કાર્યવાહી માટે બોટ અને શખ્સોને ઓખા બંદરે લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર જણાવ્યું હતું કે, ગુજરાત એન્ટી-ટેરરીસ્ટ સ્કવોડે (ATS) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે (ICG) અરિંજય પેટ્રોલિંગ જહાજની મદદ દ્વારા અરબસાગરમાં ઓપરેશન પાર પાડીને પાકિસ્તાની બોટ સહીત 7 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે.
આ બોટમાં સંદિગ્ધ પદાર્થોની હેરાફેરી કરવામાં આવતી હોવાની બાતમી મળી હતી જેથી અલ નોમાન નામની બોટ અને આ બોટમાં સવાર 7 ખલાસીઓ સાથેની પાકિસ્તાની બોટને ભારતીય જળ સીમામાં આંતરીને તેના પર કબ્જો કરી લેવાયો હતો. વધુ કાર્યવાહી તેમજ પૂછપરછ માટે પાકિસ્તાની શખ્સોને ઓખા બંદરે લઈ જવામાં આવ્યા હતા. પૂછપરછમાં મોટા ધડાકાઓ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ATS અને કોસ્ટગાર્ડની ટીમ દ્વારા ગઈ 26 એપ્રિલના કાર્યવાહી કરીને જખૌ પાસેથી પાકિસ્તાનની અલ હજ નામની બોટમાંથી 280 કરોડના ડ્રગ્સ સાથે 9 પાકિસ્તાનીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં 3 વાર ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. આ કેસના મૂળ સુધી પહોંચવામાં ATS ને સફળતા મળતા ડ્રગ્સ મંગાવનાર દિલ્હીના રાજી હૈદરની અટકાયત કરવામાં આવી હતી અને તેને 14 દિવસના રિમાન્ડ મંજુર થતા હાલમાં તો તેની આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.