પંજાબ(Punjab)ના લુધિયાણા(Ludhiana)માં એક ઝૂંપડીમાં આગ(Hut fire) લાગવાથી એક જ પરિવારના સાત સભ્યો(Seven deaths) જીવતા આગમાં હોમાય ગયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને કબજે કરીને આગળની તપાસ હાથ ધરી હતી. આ ઘટના મંગળવારે રાત્રે 1.30 વાગ્યા પછી બની હોવાનું કહેવાય છે. પરિવાર મક્કર કોલોનીમાં ઝૂંપડામાં રહેતો હતો.
અચાનક જોરદાર આગ લાગતા બુમાબુમ થઇ ગઈ હતી. સ્થાનિક લોકોએ બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને ફાયર ટેન્ડરો પણ આવી પહોંચ્યા હતા પરંતુ આગ કાબૂમાં આવી ત્યાં સુધીમાં પરિવારના સાતેય સભ્યો જીવતા આગમાં હોમાય ગયા હતા. લુધિયાણાના મદદનીશ પોલીસ કમિશનર (પૂર્વ) સુરિન્દર સિંહે જણાવ્યું હતું કે, તેઓ પરપ્રાંતિય મજૂરો હતા અને અહીં ટિબ્બા રોડ પર મ્યુનિસિપાલિટીના કચરાના ડમ્પ યાર્ડ પાસે તેમની ઝૂંપડીમાં સૂતા હતા. ટિબ્બા પોલીસ સ્ટેશનના એસએચઓ રણબીર સિંહે પીડિતોની ઓળખ દંપતી અને તેમના પાંચ બાળકો તરીકે કરવામાં આવી હતી.
આ લોકોના થયા મોત:
સુરેશ સૈની (55), રોશની દેવી (50), રાખી કુમારી (15), મનીષા કુમારી (10), ચંદા કુમારી (08), ગીતા કુમારી (06), સની (02)નું અવસાન થયું છે. તે જ સમયે, અકસ્માતમાં માત્ર રાજેશ કુમાર જીવિત છે. આ તમામ બિહારના સમસ્તીપુરના રહેવાસી હતા. રાત્રિભોજન કર્યા બાદ રાત્રે આઠ વાગે પરિવાર સૂઈ ગયો હતો.
આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ જણાવવામાં આવી રહ્યું છે:
પ્રાથમિક તબક્કે આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી અને સમગ્ર પરિવારને પોતાની ઝપેટમાં લઈ લીધો હતો. લુધિયાણાના ડીસી સુરભી મલિક અને પોલીસ કમિશનર કૌસ્તબ શર્મા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસ અને ફોરેન્સિક ટીમ તપાસમાં લાગેલી છે.
પરિવારમાં માત્ર એક જ સભ્ય વધ્યો:
કોને ખબર હતી કે, સાત લોકોનો હસતો-રમતો પરિવાર અચાનક જ મોતને ભેટશે. પરિવારમાં માત્ર રાજેશ કુમાર જ બચ્યા છે. મંગળવારે રાત્રે તે તેના મિત્રના ઘરે સુવા ગયો હતો. આ જ કારણ છે કે તેનો જીવ બચી ગયો. રાજેશે જણાવ્યું કે, તેના પિતા સુરેશ કુમાર ભંગારના વેપારી તરીકે કામ કરતા હતા. બીજી તરફ પોલીસે મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.