ડીલીવરીના 12માં દિવસે જ શો માં પાછી આવી ભારતી સિંહ- લોકોએ કહ્યું- પૈસાની આટલી લાલચ…

હાસ્યની રાણી કહેવાતી ભારતી સિંહ(Bharti Singh) તાજેતરમાં માતા બની છે. હર્ષ(Harsh) અને ભારતીએ તેમના પ્રથમ સંતાનને પુત્ર તરીકે આવકાર્યા છે. બંને ઘણીવાર તેમના રોજિંદા જીવનની…

હાસ્યની રાણી કહેવાતી ભારતી સિંહ(Bharti Singh) તાજેતરમાં માતા બની છે. હર્ષ(Harsh) અને ભારતીએ તેમના પ્રથમ સંતાનને પુત્ર તરીકે આવકાર્યા છે. બંને ઘણીવાર તેમના રોજિંદા જીવનની દિનચર્યાઓ અને ઝલક શેર કરતા જોવા મળે છે. ક્યારેક સોશિયલ મીડિયા(Social media) દ્વારા, તો ક્યારેક તેના વી-લોગ દ્વારા, ભારતી ચાહકોને તેના બાળક સાથે વાર્તાલાપ કરાવતી પણ જોવા મળે છે.

ભૂતકાળમાં તે ડિલિવરીના છેલ્લા દિવસ સુધી શૂટિંગ સેટ પર કામ કરતી જોવા મળી હતી. હવે ફરી એકવાર તે કામ પર પછી ફરી છે. ભારતી સિંહ ડિલિવરીના 12 દિવસ પછી હુનરબાઝના સેટ પર પાછી ફરી છે. વીડિયોમાં ભારતી સિંહને કહેતા સાંભળી શકાય છે કે, ‘હું આજે ખૂબ રડી છું કારણ કે બાળક ખૂબ નાનું છે, માત્ર 12 દિવસનું છે. પણ શું કરું, કામ તો કામ છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

જો કે, લાફ્ટર ક્વીન જતા જતા ચાહકોને હસાવતી જાય છે. જ્યારે તેને આલિયા રણબીરના લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જવાબ આપ્યો, ‘ઘણા બધા અભિનંદન અમને બોલાવવામાં આવ્યા તે માટે પરંતુ અમે જઈ શક્યા નહીં કારણ કે બાળક ખૂબ નાનું છે’. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

કેટલાક લોકોએ ભારતીના વખાણ કર્યા છે અને તેની મહેનતની પ્રશંસા કરી છે, જ્યારે કેટલાક લોકોએ તેના વિશે ચિંતા કરતા લખ્યું છે કે તેણે ઓછામાં ઓછો એક મહિનો આરામ કરવો જોઈએ. તો કેટલાક લોકો એવા પણ છે જેમણે ભારતીને પૈસાની લાલચી કહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *