વડોદરામાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનામાં છોકરી સાથે સેક્સ કરવા લેવાતા હતા આટલા રૂપિયા- મળ્યા અધધ કોન્ડોમ

વડોદરાના અક્ષર ચોક વિસ્તારમાં એક બિલ્ડિંગમાં સ્પા સેન્ટરની આડમાં ચાલતા કૂટણખાનાને પોલીસે ઝડપી પાડી નવ યુવતીઓને છોડાવી છે અને મેનેજરને ઝડપી પાડયો છે. અક્ષર ચોક ખાતેના ધ પાર્ક બિલ્ડીંગના…

વડોદરાના અક્ષર ચોક વિસ્તારમાં એક બિલ્ડિંગમાં સ્પા સેન્ટરની આડમાં ચાલતા કૂટણખાનાને પોલીસે ઝડપી પાડી નવ યુવતીઓને છોડાવી છે અને મેનેજરને ઝડપી પાડયો છે. અક્ષર ચોક ખાતેના ધ પાર્ક બિલ્ડીંગના બીજા માળે બુદ્ધા સ્પા એન્ડ મસાજ સેન્ટરમાં દેહ વ્યાપાર ચાલી રહ્યો હોવાની વિગતો મળતા જે.પી.રોડ પોલીસની ટીમે ગઈકાલે સાંજે એક બોગસ ગ્રાહકને મસાજ માટે મોકલ્યો હતો.

વડોદરા શહેરની SOG પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે, ઓલ્ડ પાદરા રોડ અક્ષર ચોક ખાતે આવેલા ધ પાર્ક એપાર્ટમેન્ટમાં બીજા માળે બુદ્ધા ઈન્ટરનેશનલ સ્પા આવેલું છે. જ્યાં સંચાલક પ્રિતેશ મિસ્ત્રી પોતાના ફાયદા માટે નોર્થ ઈસ્ટ ઇન્ડિયાથી યુવતીઓ લાવે છે અને તેના રહેઠાણની વ્યવસ્થા કરીને બોડી મસાજના ઓથા હેઠળ શરીરસુખ માણવા ઇચ્છુક યુવકોને યુવતીઓ બતાવી ગ્રાહકોની પસંદગી મુજબ એક કલાકના વ્યક્તિ દીઠ 3 હજારથી 9 હજાર રૂપિયા લઇને સેક્સ રેકેટ ચલાવે છે.

બોગસ ગ્રાહકે મિસ કોલ કરતા જ લેડીઝ પોલીસ સાથે પોલીસની ટીમે મસાજ સેન્ટર માં છાપો માર્યો હતો. પોલીસે બોગસ ગ્રાહક વાળા રૂમમાંથી એક યુવતીને કઢંગી હાલતમાં ઝડપી પાડી હતી. આ યુવતી પાસે પર્સમાંથી કોન્ડોમના ત્રણ પેકેટ પણ મળી આવ્યા હતા.જ્યારે બીજા એક રૂમમાં બેઠેલી 8 યુવતીઓને છોડાવી હતી. પોલીસે સ્પા ના સંચાલક મિતેશ પ્રિતેશ પ્રમોદ ભાઈ મિસ્ત્રી રહે જય નારાયણ સોસાયટી રણોલી અને ઝડપી પાડી બોગસ ગ્રાહક એ ચૂકવેલા રૂ 7,000 સહિત રોકડા રૂ 22,000 અને 2 મોબાઈલ કબજે કર્યા હતા.

આ બાતમીના આધારે પોલીસે સમગ્ર રેકેટનો પર્દાફાશ કરવા માટે ડમી ગ્રાહક મોકલ્યો હતો અને યુવતી રૂમમાં પ્રવેશતા ડમી ગ્રાહકે પોલીસને મિસ કોલ કરવાનું નક્કી કર્યું હતું. આ ઉપરાંત રકમ ચુકવવા પોલીસે ચલણી નોટના નંબરો નોંધ કરીને આપેલા રૂપિયાની ચુકવણી કરવા તખ્તો ગોઠવ્યો હતો. ડમી ગ્રાહક સ્પા સેન્ટરમાં પહોંચતા જ એક યુવતી સાથે બોડી મસાજ તેમજ શરીર સુખ માણવા રિસેપ્શન કાઉન્ટર પર 7 હજાર રૂપિયા નક્કી કર્યાં હતા, ત્યાર બાદ ડમી ગ્રાહકે પોલીસને સિગ્નલ આપતા જ પોલીસ ત્રાટકી હતી અને યુવતી કઢંગી હાલતમાં ઝડપાઇ હતી.

પોલીસની તપાસમાં બુદ્ધા ઇન્ટરનેશનલ સ્પા ના મૂળ માલિક કમલેશ શંકરલાલ ચંદાણી રહેલ ગોંડલ હોવાનું અને તેમણે સ્પા એન્ડ વેલનેસ સેન્ટર ના નામે કોર્પોરેશનમાંથી નોંધણી કરાવી હોવાની વિગતો બહાર આવી હતી. તેમણે નજીકના સ્પેલિંગ એપાર્ટમેન્ટમાં યુવતીઓને રાખવાની વ્યવસ્થા પણ કરી હોવાની વિગતો બહાર આવી છે. પોલીસે કેટલા સમયથી ગોરખ ધંધો ચાલતો હતો અને બીજી કેટલીય યુવતીઓ ને લાવી છે તે બાબતે તપાસ હાથ ધરી છે.

આ અગાઉ વડોદરામાં એકસાથે 10થી વધુ સ્પા પાર્લરમાં દરોડા પાડવામાં આવ્યા હતા. સ્પા પાર્લરમાં પડેલા સાગમટે દરોડાને પગલે સનસનાટી મચી ગઈ હતી. મહત્વની બાબત એ છે કે, ગાંધીનગરની સીઆઇડી ક્રાઇમની ટીમે વડોદરામાં દરોડા પાડ્યા હતા. સીઆઇડી ક્રાઇમના દરોડાથી વડોદરા પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી. સીઆઈડી ક્રાઈમે એકસાથે ગોત્રી, અલકાપુરી, અક્ષર ચોક, તાંદલજા, ભાયલીમાં આવેલા સ્પા પાર્લરોમાં દરોડા પાડ્યા હતા. ત્યારે અનેક સ્પા પાર્લરમાં દેહ વ્યાપારની ફરિયાદ મળી હતી. સ્પામાં કામ કરતી 25 વિદેશી મહિલાઓની અટકાયત કરવામાં આવી છે.

ફેબ્રુઆરી ૨૦૨૦માં દરોડા દરમ્યાન સ્પામાંથી પકડાયેલી તમામ યુવતીઓ થાઈલેન્ડ અને લેઓસની રહેવાસી મહિલાઓ છે. જે ટુરિસ્ટ વીઝા પર આવીને વર્ક પરમીટ વગર કામ કરતા ઝડપાઇ હતી. હાલ પકડાયેલી વિદેશી મહિલાઓને સી.આઈ.ડી યુનિટ વડોદરા ખાતે રખાશે. સાથે જ પોલીસે દરોડા પાડ્યા હતા, ત્યારે સ્પામાં અનેક યુવક યુવતીઓ કઢંગી હાલતમાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત સ્પામાંથી કોન્ડોમ, દારૂની બોટલો જેવો સામાન પણ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

૨૦૨૦નાં ફેબ્રુઆરી માં પડાયેલા દરોડામાં શહેરના અલકાપુરી, વાસણા – ભાયલી રોડ, ગોત્રી અને અટલાદરામાં ધમધમતા સ્પા એન્ડ મસાજ પાર્લરમાં ગેરકાયદે પ્રવૃતિ ચાલતી હોવાની શંકાના આધારે સોમવારે રાતે વડોદરા અને ગાંધીનગરની CID ક્રાઈમની 10 ટીમે સામાજીક સંસ્થાઓ સાથે મળી સાગમટે દરોડા પાડયા હતા. આ ઘટનામાં સ્પામાં કામ કરતી 25 વિદેશી મહિલાઓની અટકાયત કરવામાં આવી છે. વિદેશમાંથી ટુરિસ્ટ વિઝા પર આવીને અહીં વર્ક પરમીટ પર કામ કરતી વિદેશી મહિલાઓ ઝડપાઈ છે. તમામ વિદેશી મહિલાઓ થાઈલેન્ડ અને લેઓસની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *