સાળંગપુર દર્શન કરી અમદાવાદ પરત ફરતા શાહ પરિવારની કારને નડ્યો અકસ્માત, આટલા લોકોના મોત

ગુજરાતમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજરોજ આવી જ એક ઘટના બરવાળા ધંધુકા હાઇવે ઉપર ધંધુકા ખેતીવાડી પાસે વહેલી સવારના બે કાર…

ગુજરાતમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજરોજ આવી જ એક ઘટના બરવાળા ધંધુકા હાઇવે ઉપર ધંધુકા ખેતીવાડી પાસે વહેલી સવારના બે કાર સામ સામે ટકરાતા એક કારમાં સવાર એક મહિલાનુ મોત નીપજ્યુ હતુ. જ્યારે ત્રણ વ્યક્તિઓને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા. અમદાવાદનો શાહ પરિવાર સાળંગપુર હનુમાનજી મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ધંધુકા બરવાળા હાઇવે ઉપર ધંધુકાથી 3 કિ.મી ના અંતરે આવેલા ખેતીવાડી ફાર્મ પાસે શનિવારે વહેલી સવારના 5.45 કલાકે બરવાળા તરફથી આવતી એક કાર અને ધંધુકા તરફથી બરવાળા જતી અન્ય કાર સામસામે ભટકાતા એક કારમાં સવાર અમદાવાદના શાહ પરિવારના મનીષાબેન ધનેશભાઇ શાહ (ઉ.વર્ષ.52)નુ મોત નિપજ્યુ હતુ.

જ્યારે અન્ય ઘનેશભાઇ મનુભાઇ શાહ (ઉ.વર્ષ 55), રૂષભભાઇ ઘનેશભાઇ શાહ (ઉ.વર્ષ. 28) અને સ્મીતભાઇ ધનેશભાઇ શાહ (ઉ.વર્ષ. 21 તમામ રહે. અમદાવાદ)ને ઇજાઓ થતા ધંધુકા અને ફેદરા બન્ને 108 ના ડ્રાયવર હરેશભાઇ જીણીયા, અનિરૂધ્ધસિંહ વાળા અને ઇ.એમ.ટી. ધર્મેન્દ્ર પરમાર તમેજ અશોક જમોડ દ્વારા ધંધુકા આર.એમ.એસ. હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અંગે દિવ્યાંગ વસંતભાઇ ઠક્કર રહે.અમદાવાદે કારના ચાલક વિરૂધ્ધ ધંધુકા પોલીસ સ્ટેશનમા ગુનો નોંધાવતા આગળની તપાસ હેડ કોન્સ. પ્રદિપસિંહ ચલાવી રહ્યા છે.

આ અકસ્માતમા બરવાળા તરફથી આવતી અલ્ટો કાર રોંગ સાઇડમા આવી સામેથી આવતી ટાટા ટીયાગો કાર સાથે ધડાકાભેર સામસામે અકસ્માત સર્જાતા બન્ને ગાડીના આગળના ભાગ કચ્ચરધાણ વળી વયો હતો. ધંધુકા બરવાળા રોડ ઉપર ધંધુકાથી તગડી ગામ 11 કિ.મી સુધીમા હાઇવે ઉપર આવતા તમામ નાળાઓ રોડના લેવલથી ઉપર હોવાથી મોટી કડો પડેલી છે.

જેના લીધે આ તમામ નાળા ઉપર વાહનો આવતા મોટી કડોના લીધે પછડાય છે જેનો અજાણ્યા વાહન ચાલકોને ખ્યાલ ન હોવાથી આ રોડ ઉપર વારંવાર અકસ્માતો સર્જાય છે. જે અંગે તંત્રને વારંવાર રજુઆત કરવા છતા તંત્ર દ્વારા રીપેરીંગ કામ કરવામા આવતુ નથી જેના લીધે જાણે કે તંત્ર મોટા અકસ્માતની રાહ જોઇને બેઠુ છે ? કે પછી કોઇ મુર્હુતની રાહ જોઇ રહ્યુ છે તેમ વાહન ચાલકોએ જણાવ્યુ હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *