ICC Men’s T20 World cup: સેમીફાઈનલને થોડા કલાકો બાકી છે ત્યારે ઑસ્ટ્રેલિયાના મહાન ખેલાડીએ કરેલા નિવેદનથી ભારતીય ચાહકોમાં હલચલ મચી છે. દિગ્ગજ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર રિકી પોન્ટિંગે કહ્યું કે, ભલે શાહીન શાહ આફ્રિદી ચાલી રહેલા ICC T20 વર્લ્ડ કપ 2022માં અત્યાર સુધી તેના સૌથી પ્રખર અને સર્વશ્રેષ્ઠ બોલર નથી, પરંતુ તે એક શાનદાર બોલર છે. અને એટલી શાનદાર બોલિંગ કરે છે કે તેની હાજરીથી પાકિસ્તાનને ખુબ ફાયદો થયો છે.
ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ખેલાડીએ વધુમાં કહ્યું કે, શાહીન કદાચ એમ કહી રહ્યો હશે કે તે હજુ સુધી તેના 100 ટકા આપી શક્યો નથી, પરંતુ તેમ છતાં તે મેચોમાં પ્રભાવ પાડવામાં સફળ રહ્યો છે અને 9 નવેમ્બર એટલે કે આજ રોજ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાનારી પહેલી સેમીફાઈનલમાં બધાની નજર શાહીન આફ્રિદી પર રહેશે. જો કે, રિકી પોન્ટિંગે કહ્યું કે જો પાકિસ્તાન પોતાનો બીજો T20 વર્લ્ડ કપ જીતવા માંગે છે, તો શાહીન આફ્રિદીએ તેના બોલથી ચમત્કાર બતાવવો પડશે.
તમને જણાવી દઈએ કે, આફ્રિદીએ ટૂર્નામેન્ટમાં બાંગ્લાદેશ સામે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું, જ્યાં આ ખેલાડીએ 4/22 વિકેલ લઇ પાકિસ્તાન ક્રિકેટ ટીમને T20 વર્લ્ડ કપ 2022ની સેમિફાઇનલમાં જગ્યા બનાવવામાં મદદ કરી હતી. આ મેચ પહેલા તે ચાર મેચમાં માત્ર ચાર વિકેટ લઈ શક્યો હતો, જેના કારણે તેની ક્ષમતા પર સવાલો ઉભા થયા હતા.
ICC દ્વારા રિકી પોન્ટિંગે કહ્યું- “શાહીન કદાચ કહી રહ્યો હશે કે તે તેનું 100 ટકા આપી શક્યો નથી, પરંતુ મેં અત્યાર સુધી T20 વર્લ્ડ કપમાં જે જોયું છે તેના પરથી લાગે છે કે તે આગળ વધી રહ્યો છે. અને હવે તે ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની સફળતામાં મુખ્ય ભૂમિકા ભજવવા જઈ રહ્યો છે. મને તેની ક્ષમતા પર ક્યારેય શંકા નહોતી. જો તેનું ફોર્મ પાછું આવશે પાકિસ્તાન આગળ જશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.