કોંગ્રેસની ડૂબતી નૈયામાં પડ્યું મોટું ગાબડું- વધુ એક ધારાસભ્યએ આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાશે

ગુજરાત(Gujarat): વિધાનસભાની ચૂંટણી નજીક આવતા પક્ષ પલટાની મોસમ શરૂ થઈ ગઈ છે. ત્યારે આમ આદમી પાર્ટી(AAP) પણ આ વખતે ભાજપ(BJP)ને જોરદાર ટક્કર આપતી નજરે ચડી…

ગુજરાત(Gujarat): વિધાનસભાની ચૂંટણી નજીક આવતા પક્ષ પલટાની મોસમ શરૂ થઈ ગઈ છે. ત્યારે આમ આદમી પાર્ટી(AAP) પણ આ વખતે ભાજપ(BJP)ને જોરદાર ટક્કર આપતી નજરે ચડી રહી છે. ત્યારે આ દરમિયાન ઘણા રાજકીય વિશ્લેષકો તો એમ પણ કહી રહ્યાં છે કે, ભાજપની આ વખતે કોંગ્રેસ(Congress) સાથે નહીં પણ આમ આદમી પાર્ટી સાથે સીધી ટક્કર થઇ રહી છે, જોકે એ તો આવનાર સમય જ બતાવી શકશે. ત્યારે હવે કોંગ્રેસમાંથી વધુ એક ધારાસભ્યનું રાજીનામુ પડ્યું છે. જેને કારને કોંગ્રેસનો મોટો ઝટકો લાગ્યો છે.

વધુ એક ધારાસભ્યએ કોંગ્રેસનો હાથ છોડ્યો:
જો વાત કરવામાં આવે તો વિધાનસભાની ચૂંટણી અગાઉ જ કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ કોંગ્રેસનો હાથ છોડ્યો છે. તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, કોંગ્રેસના આ કદાવર નેતા છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી નારાજ હોવાની માહિતી પણ સામે આવી રહી છે. તેઓ આજે કમલમમાં વિધિવત રીતે ભાજપમાં જોડાશે અને કેસરિયો ધારણ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે બાદલપરામાં ભગવાન બારડે સમાજના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી. ભગવાન બારડ દ્વારા યોજવામાં આવેલી આ બેઠકમાં ભાજપમાં જોડાવા અંગે પણ ચર્ચા થઈ હતી.

ગઈકાલે પણ કોંગ્રેસમાં પડ્યું હતું મોટું ગાબડું:
અમે તમને જણાવી દઈએ કે, ગઈકાલે કોંગ્રેસના ધારાસભ્ય મોહન રાઠવાએ રાજીનામું આપ્યું હતું. તેઓએ ગઈકાલે સાંજે જ કમલમ ખાતે કેસરિયો કરી લીધો હતો. મહત્વનું છે કે, મોહન રાઠવા સૌથી વધુ વખત ધારાસભ્ય બનવાનો રેકોર્ડ ધરાવે છે. ગઈકાલે કમલમ ખાતે તેઓએ પોતાના સમર્થકો સાથે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *