અભિનેતા શાહરૂખ ખાનની પુત્રી સુહાના બોલિવૂડના સૌથી જાણીતા સ્ટાર કિડ્સમાંથી એક છે. સુહાના જબરદસ્ત ફેન ફોલોઇંગ પણ ધરાવે છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં તેની કેટલીક જૂની તસવીરો વાયરલ થઇ છે.ઇન્સ્ટાગ્રામ પર સુહાના ખાનના એક ફેન પેજે તેની કેટલીક તસવીરો શેર કરી હતી. સામે આવતાં જ આ તસવીરો તાબડતોડ વાયરલ થઇ ગઇ.
જોકે, આ તસવીરો જૂની છે. જેમાં સુહાના બ્લુ સ્ટ્રેપ ડ્રેસ સાથે ડેનિમ જેકેટમાં નજરે પડી રહી છે. ઉપરાંત તે તસવીરોમાં મિત્રો સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, અગાઉ જે વીડિયો લંડનની એક ડાન્સિંગ સ્કૂલનો હતો, જ્યાં સુહાનાએ ટ્રેનિંગ લીધી છે.
અગાઉ સુહાનાનો એક બીજો વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં તે સ્કૂલની એક ઇવેન્ટમાં ડ્રામા પર્ફોર્મ કરતી જોવા મળી હતી.ઉલ્લેખનીય છે કે, સુહાનાના બોલિવૂડ ડેબ્યુ અંગે શાહરૂખ ખાન પહેલાં જ બધી વાતો સ્પષ્ટ કરી ચૂક્યો છે. તેણે કહ્યું હતું કે, ફિલ્મ્સમાં આવવું કે નહીં? તે તેની ચોઇસ છે.