ઉત્તર પૂર્વી દિલ્હીમાં નાગરિકતા સંશોધન કાયદા અને રાષ્ટ્રીય નાગરિકતા રજીસ્ટર વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન ફેબ્રુઆરી મહિનામાં થયેલી હિંસામાં પોલીસ કર્મી પર બંદૂક તાકનાર આરોપી શાહરૂખ પઠાણ ની જામીન અરજી પર દિલ્હી હાઈકોર્ટે પોલીસ પાસેથી જવાબ માંગ્યો છે.
હિંસાના આરોપી શાહરૂખે કોરોના વાયરસના ખતરાની વચ્ચે જેલમાં વધુ ભીડ હોવા નો હવાલો આપી જામીન દેવા માટેની માંગ કરી છે. તેના પર ન્યાયમૂર્તિ સંજીવ સચદેવા ની પીઠે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અરજીની સુનાવણી કરતા તપાસ અધિકારીઓ પાસેથી આ મામલા પર બુધવાર સુધીમાં જવાબ માંગ્યો છે. શાહરૂખની આ જામીન અરજીની સુનાવણી હવે આવતા બુધવારે થશે.
સોમવારે અધિવક્તા અસગર ખાન અને અબ્દુલ તાહિર ખાને શાહરૂખ પઠાણ તરફથી હાજર થઈને કહ્યું કે શાહરુખ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં બે દિવસ મોડું કરવામાં આવ્યું. ત્યારે જ, શાહરુખે એ પણ કહ્યું કે તે પાછલા એક મહિનાથી જેલમાં સડી રહ્યો છે. ઉત્તર પૂર્વી દિલ્હીમાં ભડકેલી હિંસામાં શાહરુખે સિપાઈ દિપક દઈયા પર બંદૂક તાકી દીધી હતી. પોલીસે શાહરુખ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી.
જણાવી દઈએ કે દિલ્હીમાં 24-25 ફેબ્રુઆરીના રોજ થયેલી હિંસા દરમિયાન શાહરૂખે દિલ્હી પોલીસના જવાન પર પિસ્તોલથી નિશાન સાધ્યું હતું, પરંતુ ચલાવી ન હતી.
ત્યારે જ, ઉત્તર-પૂર્વ દિલ્હીમાં બે દિવસ સુધી ચાલેલી હિંસા દરમિયાન ૭૦ થી પણ વધુ લોકોના મોત થયા. જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા. જીવ ગુમાવવા માં ઇન્ટેલિજન્સ બ્યુરોના અંકિત શર્મા પણ હતા. આ મામલે આમ આદમી પાર્ટીના નિલંબિત પાર્ષદ તાહિર હુસેન હાલ જેલમાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news