ગુજરાતમાંથી અવાર-નવાર આગની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત વાપીમાં ભયંકર આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આજે વહેલી સવારે વાપી GIDCમાં આવેલી કેમિકલ કંપનીમાં આગ લાગી ગઈ હતી. જેથી આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ છવાયો હતો. કેમિકલના ડ્રમમાં બ્લાસ્ટ થતા આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે. જેથી કેમિકલના ધુમાડા ઊંચે સુધી આકાશમાં ઉઠ્યાં હતાં.
વાપી GIDCમાં આવેલી કેમિકલ કંપનીમાં આગ લાગવાના કારણે એક કિલોમીટર દૂરથી પણ દુમાડા જોઈ શકાતા હતાં. જેથી ખૂબ મોટી દુર્ઘટના સર્જાઈ હોવાનું માની લોકોમાં ભય પ્રસર્યો હતો. જો કે, ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવીને કૂલિંગની કામગીરી શરૂ કરવી દેવામાં આવી છે. હાલમાં મળતી માહિતી અનુસાર, આગની દૂર્ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી.
#WATCH Gujarat: Fire breaks out at a chemical factory in Vapi, Valsad. More than 8 fire tenders are at the spot. More details awaited. pic.twitter.com/ELsVSD2x1W
— ANI (@ANI) August 8, 2020
કેમિકલના ડ્રમમાં બ્લાસ્ટ બાદ આગ લાગી
આજે વહેલી સવારે 7 વાગ્યાના આસપાસ વાપી GIDCમાં આવેલી પદમ પ્લાસ્ટિકની બાજુમાં આવેલી શક્તિ બાયો નામની કેમિકલ કંપનીમાં આગ લાગી ગઈ હતી. આગની સાથે બ્લાસ્ટ પણ થયો હતો. જેથી આગ કેમિકલમાં ઝડપથી પ્રસરી ગઈ હતી. આગ લાગતાં જ આસપાસમાં લોકોમાં ભારે ડરનો માહોલ પ્રસરી ગયો હતો. કેમિકલમાંથી કાળા ધુમાડા દૂર દૂર એક કિલોમીટર સુધી દેખાતા લોકોમાં મોટી દુર્ઘટના સર્જાયાનો ભય ફેલાયો હતો.આગ લાગ્યા અંગેની જાણ થતાં જ વાપી ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને આગ પર કાબૂ મેળવીને કૂલિંગની કામગીરી શરૂ કરી છે.
આ આગ કાબુમાં લેતા સમયે ફાયરબ્રિગેડના ઈન્ચાર્જ એસ.એસ. પટેલે કહ્યું કે, પ્રાથમિક તબક્કે જણાવવામાં આવ્યું હતું કે, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય શકે છે. કંપની હજુ 10 ટકા જ ચાલુ થઈ હતી. આગ બાદ કર્મચારીઓ નીકળી ગયા હતાં. આગ બાદ કેમિકલમાં બ્લાસ્ટ થવાથી આગે વિકરાળ બની હોય શકે છે. હાલ આગ પર કાબૂ મેળવી લેવાયો છે. કૂલિંગ કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. કોઈ જાનહાનિ સર્જાઈ નથી.આગને ઓલવવા માટે વાપી સહિત સેલવાસ અને આસપાસની ટીમોને ઘટના સ્થળે બોલાવી લીધી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP