4 વર્ષ પછી સિલ્વર સ્ક્રીન પર વાપસી કરનાર રણબીર કપૂરે (Ranbir Kapoor) કલ્પના પણ કરી ન હતી કે શમશેરા (Shamshera) આટલી હદે ફ્લોપ થશે. 150 કરોડમાં બનેલી તેની ફિલ્મ શમશેરા પ્રથમ દિવસે બોક્સ ઓફિસ (box office) પર ફ્લોપ સાબિત થઈ હતી. અઠવાડિયાના કલેક્શને ઠીક ઠીક કમાણી કરી આપી છે. એવી આશા હતી કે ફિલ્મ વીકએન્ડ સુધીમાં 50 કરોડની ક્લબમાં સામેલ થઈ જશે, પરંતુ લાગે છે કે ફિલ્મ 50 કરોડની જ કમાણી કરી શકશે.
આંકડાઓ કહી રહ્યા છે કે, સાઉથ સામે બોલીવુડ લડખડાઈ રહ્યું છે. શમશેરા પહેલા સોમવારે પણ ખાસ કમાણી કરી શક્યું નથી. ફિલ્મની ઘટતી કમાણીમાં વધુ ઘટાડો નોંધાયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોમવારે શમશેરાના કલેક્શનમાં 70 ટકાનો ઘટાડો થયો હતો. ફિલ્મે માત્ર 3 કરોડની કમાણી કરી હોવાના અહેવાલ છે. આ સાથે જ ફિલ્મની કુલ કમાણી 34 કરોડ થઈ ગઈ છે. શમશેરાએ શુક્રવારે 10.25 કરોડ, શનિવારે 10.50 કરોડ અને રવિવારે 11 કરોડનું કલેક્શન કર્યું હતું.
જો આવીને આવી હાલત રહી તો બોલીવુડ સાવ ધોવાઇ જશે. હાલમાં એમ કહી શકાય કે શમશેરા ખરાબ રીતે ફ્લોપ થઇ ગયું છે. અંદાજ મુજબ આ ફિલ્મ 50 કરોડનું કલેક્શન ઘટી જશે. કારણ કે આ ફિલ્મ શરૂઆતના વીકેન્ડમાં સારી કમાણી કરી શકી ન હતી, તો બીજા વીકએન્ડમાં પણ તે વધુ કમાણી નહીં કરે. અઠવાડિયાના દિવસોમાં પણ ફિલ્મ ખરાબ સ્થિતિમાં છે. ભાગ્યે જ કલેક્શન થઇ શકે છે. પ્રથમ સપ્તાહમાં જ ફિલ્મ ધોવાઇ રહી હોય તેવું લાગી રહ્યું છે.
આવતા શુક્રવારે એક વિલન રિટર્ન્સ રિલીઝ થઈ રહી છે. આવી સ્થિતિમાં શમશેરા માટે થિયેટરોમાં લાંબો સમય ટકી રહેવું મુશ્કેલ છે. ફિલ્મના શો હવેથી ઓછા થતા જણાય છે. 4300 સ્ક્રીન્સ પર રિલીઝ થયેલી શમશેરાને દર્શકો નથી મળી રહ્યા, તેથી તેના શો ઓછા કરવામાં આવી રહ્યા છે. શમશેરા ફ્લોપ થવાના કારણે યશ રાજ બેનરને ઘણું નુકસાન થઈ રહ્યું છે. યશ રાજ બેનરની આ ચોથી બેક ટુ બેક ફ્લોપ ફિલ્મ છે. યશરાજ બેનર માટે આ ચિંતનનો સમય છે. રણબીરે પણ તેની ફિલ્મોની પસંદગી પર વિચાર કરવાની જરૂર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.