છેલ્લા 5 મહિનાથી કોરોના પોઝિટિવ છે આ મહિલા, લેખ વાંચી વિશ્વાસ નહિ આવે કે આવું પણ થઇ શકે…

ઘણા કોરોના દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થઈને પાછા આવે છે પરંતુ આ સમગ્ર ઘટના જાણીને તમે ચોંકી જશો. આ મહિલા છેલ્લા પાંચ મહિનાથી કોરોના સંક્રમિત છે. સાધારણ રીતે કોવિડ-19 સંક્રમણ 14 દિવસમાં પૂર્ણ થઈ જાય છે, પણ રાજસ્થાન રાજ્યનાં ભરતપુરમાં એક મહિલા છેલ્લા પાંચ માસથી કોવિડ-19 સંક્રમિત છે. શહેરનાં આપના ઘર નામનાં આશ્રમમાં રહેનાર 30 વર્ષનાં શારદા દેવીનાં હાલ સુધી 31 ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. એમાં 17 RT-PCR રેપિડ એન્ટિજન ટેસ્ટનો પણ સમાવેશ થયો છે.

શારદા દેવીને એલોપેથી, હોમિયોપેથી તેમજ આયુર્વેદિક દવાઓ આપી છે, પણ કોવિડ-19 મહિલા પાછળ હાથ ધોઈને પડયો છે એવું લાગી રહ્યું છે. કોરોના જવા માટેનું નામ લેતો જ નથી. આમાં ખાસ વાત એ છે કે, કોવિડ-19 રિપોર્ટ સતત પોઝિટિવ આવે છે તેમ છતાં પણ શારદા દેવી પોતાને સ્વસ્થ અનુભવ કરે છે. આખો દિવસ તેનાં બધા કામ તે જાતે જ કરે છે. એનું વજન પણ આમાં 8 kg વધ્યું છે. ડૉક્ટરો માટે પણ શારદા દેવીનો આ કેસ અજુગતો છે.

જયપુરનાં સવાઇ માનસિંહ હોસ્પિટલનાં માઇક્રો બાયોલોજી વિશેષજ્ઞ ડૉ. પ્રદીપ કુમાર જણાવે છે કે, ‘કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ હોવા છતા પણ શારદા દેવી અન્ય લોકો માટે જોખમરૂપ નથી, કારણ કે એની બૉડીમાં ઉપસ્થિત કોવિડ-19 વાયરસ એક્ટિવ નથી, એટલે કે હાલ શારદા દેવીથી અન્ય લોકોમાં સંક્રમણ ફેલાશે નહિ. જો કે, સાવધાનીનાં પગલે શારદા દેવીને આઇસોલેશનમાં રાખવાની જરૂર છે. ડૉ. પ્રદીપ કુમારનાં કહ્યા મુજબ, કોવિડ-19 રિપોર્ટ સતત પૉઝિટિવ આવવાનાં 2 કારણ હોય શકે છે.

પ્રથમ કારણ કે, દર્દીને મ્યુકોઝામાં ડેડ વાયરસ સ્ટોર થયો હોય. એનાંથી નાકની શ્વાસનળી ખુબ જ નબળી થાય છે. જેના લીધે તેનો ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવે છે. બીજું કારણ કે, એની ઇમ્યુનિટી બહુ જ લો છે, તેથી સંક્રમણ પૂરી રીતે નાશ થયું નથી. જો કે, એની યોગ્ય જાણકારી માટે તપાસ કરાવવી જરૂરી છે. ડૉક્ટરોની આ સૂચનાનાં લીધે શારદા દેવી છેલ્લા બે માસથી એક ખાસ આઇસોલેશન રૂમમાં જેલ જેવી જિંદગી વિતાવે છે.

આશ્રમનાં અધ્યક્ષ ડૉ. બીએમ ભારદ્વાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ મહિલાને બાઝેરા ગામમાંથી અહીંયા લાવ્યા હતા. તે સમયે એનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે આશ્રમની પ્રથમ કોરોના પોઝિટિવ હતી. આ મહિલાનો પ્રથમ રીપોર્ટ 28 ઓગસ્ટ 2020નાં દિવસે કર્યો હતો. અપના ઘર આશ્રમમાં અત્યારે શારદા દેવી સહિત કુલ ચાર કોરોના પોઝિટવ દર્દી છે.

કોરોના થવા પર શારદા દેવીને ઓગસ્ટ માસનાં અંતમાં RBM હોસ્પિટલમાં મોકલ્યા હતા. ત્યાં ડૉક્ટરો દ્વારા એમ કહીને પાછી મોકલવામાં આવી કે, તેની માનસિક તેમજ શારીરિક હાલત સારી નથી એટલે એક એટેન્ડેન્ટને સાથે રાખવો પડશે. એ પછી આપના ઘર આશ્રમમાં તેનું કોવિડ કેર સેન્ટર ખોલાવ્યું. હાલ તેને જયપુર સિફ્ટ કરવા માટેની તૈયારી થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *