રાજ્યમાં આવેલ અમદાવાદ શહેરમાંથી એક જાણકારી સામે આવી રહી છે. આ જાણકારી એક એવાં વ્યક્તિની છે કે, જેણે હજારો પક્ષીઓનો જીવ બચાવીને નવું જીવન આપ્યું છે. અમદાવાદમાં રહેતા ડોક્ટર શશી જાધવનો જન્મ મહારાષ્ટ્રનાં એક નાના એવાં ગામમાં થયો હતો. નાનપણમાં તેઓ એમના માતા-પિતાને ખેતરમાં મદદ કરતા તથા પ્રાણીઓ તેમજ પક્ષીઓની સાથે રમતા.
પશુપંખીની સાથે રહીને એમને સમજાઈ ગયું કે, તેઓ આ મૂંગા જીવોની ભાષાને સમજી શકે છે તેમજ એમની સાથે રહીને એમને ખૂબ સંતોષ મળે છે. પક્ષીઓ સાથેનો એમનો સંબંધ વધારે ઘેરો કરવા તેમજ એમની તકલીફોને વધુ સારી રીતે સમજી શકવા માટે તેઓએ એમનું ગામ છોડીને પશુઓના ડોક્ટર બનવાનું નક્કી કર્યું. એમના શરૂઆતના વર્ષોમાં તેઓએ કેટલાંક ગામોમાં પરિશ્રમ કર્યો તથા સ્થાનિક આદિવાસીઓને પોલ્ટ્રી ફાર્મિંગની તાલીમ આપી.
તે સમયમાં વર્ષ 2000માં વિશ્વમાં બર્ડ ફલૂ ફેલાયેલો હતો. આવાં સમયમાં એમણે જે કાર્ય કર્યું અને પછી તેઓએ ‘Vets for Animals’ નામની સંસ્થાની શરુઆત કરી. ત્યારપછી એમની આ સંસ્થાએ કેટલીક ઓર્ગેનાઇઝેશનની સાથે તથા સ્થાનિક તંત્રો સાથે કામ કરીને વિવિધ પ્રજાતિના સંરક્ષણ માટે, હડકવા માટે તથા પ્રાણીઓના બર્થ કંટ્રોલ માટે ઘણા કાર્યો કર્યા.
આમ છતાં તેઓ જણાવતાં કહે છે કે, આ પૈકી એક પ્રવૃત્તિ એમના હ્રદયની ખૂબ પાસે છે. તેઓ વર્ષ 2007થી ઉત્તરાયણમાં ઈજા પામતાં પક્ષીઓને બચાવે છે. છેલ્લા 10 વર્ષથી તેઓ ‘જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ’ સાથે કામ કરીને ઇજા પામતા પક્ષીઓનો જીવ બચાવી રહ્યાં છે.
તેઓએ વર્ષ 2017થી અમદાવાદને પોતાનું ઘર બનાવી દીધું છે. તેઓ અહીં ફૂલ ટાઈમ વેટ ડોક્ટર બની ગયા છે. વર્ષો વર્ષ એમનો પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ વધતો જ જાય છે. તેઓએ અત્યાર સુધી કુલ 50,000 જેટલાં પ્રાણીઓ તેમજ કુલ 7,000 જેટલા પક્ષીઓ પર ઓપરેશન કર્યા છે. એમણે કેટલાંક વેટ ડોકટરો તથા વનવિભાગનાં અધિકારીઓને તાલીમ આપી છે.
તેઓ અત્યાર સુધી ઉતરાયણમાં અંદાજે 56,000 પક્ષીઓને બચાવ્યા છે તેમજ એમાંથી કુલ 22,000 પક્ષીઓને ફરીથી ગગનમાં વિહરવા માટે મુક્ત કર્યા છે. તેઓ જણાવતાં કહે છે કે, એમના જીવનમાં ઘણીવાર એવા કેસ આવ્યા છે. જ્યાં મૂંગા પ્રાણીઓ પર આચરેલી ક્રૂરતા જોઈને એમનો માનવતામાંથી વિશ્વાસ ઉઠી ગયો છે.
જો કે, આની સાથે જ એમણે એવા પણ અમુક લોકો જોયા છે કે, જેઓએ પ્રાણીઓને બચાવવા માટે પોતાનાથી બનતા તમામ પ્રયાસ કર્યા હોય. આવા પ્રાણીઓ માનવતાની જ્યોત સળગતી રાખે છે. તેઓનો સંદેશ છે કે, આ ગ્રહ માત્ર આપણો માનવોનો એકલાનો નથી.પૃથ્વી પર સૌ કોઈની સાથે મળીને રહેતા શીખવું જરૂરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle