બાંગ્લાદેશની પ્રધાનમંત્રી શેખ હસીનાએ નાગરિકતા કાયદો અને એનઆરસીને લઇને પ્રતિક્રિયા આપી છે.બાંગ્લાદેશની પ્રધાનમંત્રી શેખ હસીનાએ નાગરિક કાયદો અને એનઆરસીને તેઓનો આંતરિક મુદ્દો જણાવતા કહ્યું કે તેની કોઇ જરૂર હતી નહીં.
શેખ હસીનાએ ગલ્ફ ન્યૂઝને ઈન્ટરવ્યૂ આપતા કહ્યું કે, ભારતમાં નવો નાગરિકતા કાયદો લાવવાની કોઈ જરૂર હતી નહીં. જણાવી દઈએ કે નાગરિકતા કાયદા અંતર્ગત પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન થી 31 ડિસેમ્બર 2014થી પહેલા આવેલા બિન મુસલમાન શરણાર્થીઓ અને ભારતની નાગરિકતા આપવામાં આવશે.
આના પહેલા બાંગ્લાદેશના વિદેશ મંત્રી એ કે અબ્દુલ એ કહ્યું હતું કે નાગરિક કાયદો અને એન.આર.સી ભારતના આંતરિક મુદ્દાઓ છે. જોકે તેમણે પણ નવી વ્યવસ્થા આવ્યા બાદ પાડોશી દેશોના અનિશ્ચિત ભવિષ્યને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. જણાવી દઈએ કે બાંગ્લાદેશની 16 કરોડની કુલ વસ્તીમાં 10.7 ટકા વસ્તી હિન્દુ છે અને 0.6 ટકા વસ્તી બૌદ્ધ છે.
હસીના યુએઈની રાજધાની અબુધાબીમાં હતી. તેણે કહ્યું,ભારતથી બાંગ્લાદેશ તરફ અગ્રેસર નો કોલ રેકોર્ડ નથી પરંતુ ભારતની અંદર જ રહેલા લોકો તમામ સમસ્યાઓનું સમાધાન કરી રહ્યા છે. જો કે આ તેનો આંતરિક મામલો છે. હસીના એ કહ્યું કે બાંગ્લાદેશનો હંમેશા એ વિચાર રહ્યો છે કે નાગરિકતા કાયદો અને એનઆરસી ભારતના આંતરિક મુદ્દા છે.
હવે શેખ હસિનાએ દાવો કર્યો હતો કે સીએએ અને એનઆરસીની ભારત દેશમાં કોઇ જ જરૂર નહોતી તેમ છતા તેને કેમ સરકારે લાગુ કર્યું તે ખ્યાલ નથી. સીએબીને સંસદમાંથી પસાર કરવામાં આવ્યો તે બાદ બાંગ્લાદેશના ત્રણ મંત્રીઓએ ભારતની તેમની મુલાકાત રદ કરી દીધી હતી સાથે જ સરહદી વિસ્તારમાં ઇન્ટરનેટ સેવાને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી.
અબુ ધાબીમાં એક સ્થાનીક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં શેખ હસીનાએ આ વાત કરી હતી. સાથે તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે ભારતમાંથી શરણાર્થીઓ પરત શરણ લેવા માટે બાંગ્લાદેશ નથી આવી રહ્યા પણ ભારતમાં અંદર આ મુદ્દે ભારે વિવાદ ચાલી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.