સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી એને હવે કુલ 4 મહિના થઈ ગયા છે. CBI તથા NCBની તપાસ હજુ ચાલુ છે. CBIની તપાસ કરતી વખતે આ કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યો હતો, ત્યારપછી NCBએ શૌવિક ચક્રવર્તી તથા રિયાની ધરપકડ કરી છે. આની સાથે જ ચક્રવર્તીની સિવાય પણ ઘણાં લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
હાલમાં NCBએ આ મામલામાં સારા અલી ખાન તથા શ્રદ્ધા કપૂરની પૂછપરછ કરી હતી, જેમાં આ બન્ને અભિનેત્રીએ જણાવતાં કહ્યું હતું કે, સુશાંત ડ્રગ્સ લેતો હતો. આવું સાંભળ્યા બાદ સુશાંતના ચાહકો તથા બોલિવૂડ એક્ટર શેખર સુમન ખૂબ ગુસ્સે થયા છે. તેમણે ટ્વીટ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.
સોશિયલ મીડિયા પર ભારે એક્ટિવ રહેતાં શેખર સુમને હાલમાં જ ટ્વિટ કર્યું છે કે, જે પણ મહિલાઓની ડ્રગ્સના કેસમાં પૂછપરછ કરવામાં આવી રહી હતી તે બધી મહિલાઓ ફક્ત સુશાંતના નામને કલંકિત કરી રહી છે. તે બધી સુશાંતના ચરિત્ર પર પ્રશ્ન ઉભા કરી રહ્યા છે. તે ખૂબ જ અમાનવીય છે.
તે વ્યક્તિ હવે પોતાનો બચાવ પણ કરી શકે એમ નથી. આ ટ્વિટ પર શેખરને ખુલ્લેઆમ સુશાંતના ચાહકોનો ટેકો મળી રહ્યો છે. તમામ લોકો શેખરનાં વખાણ કરી રહ્યા છે તથા સારા અલી કહાણ તથા શ્રદ્ધા કપૂરને નિશાન બનાવી ટ્રોલ કરી રહ્યા છે. હાલમાં દીપિકા પર પણ લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.
સુશાંત કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા પછી રિયા ચક્રવર્તીએ કબૂલ કર્યું હતું કે, સુશાંત ડ્રગ્સ લઈ રહ્યો હતો. આ કેસમાં પૂછપરછ કરતી વખતે રિયાએ સારા અલી ખાન તથા શ્રદ્ધા કપૂરનું નામ આપ્યું હતું. NCB એ કરેલ પૂછપરછ કરતી વખતે સારા તથા શ્રદ્ધાએ પણ જણાવતાં કહ્યું કે, એણે ક્યારેય પણ ડ્રગ્સ નથી લીધું તથા એવું જણાવ્યું હતું કે, સુશાંત ડ્રગ્સ લઈ રહ્યો હતો. પૂછપરછ કરતી વખતે સારાએ સુશાંતની સાથે સ્મોકિંગની વાત કબૂલ કરી હતી. બીજી બાજુ શ્રદ્ધાએ જણાવતાં કહ્યું હતું કે, એણે CBD ઓઈલ અન્ય ઉપયોગ માટે મંગાવ્યું હતું.
All the confessions and testimonials of the women being probed for the drug case are tarnishing Sushant’s name calling him a drug addict.Also attacking his character.This is so unfair and inhuman,for a dead man cannot defend himself.#SushantJusticeNow
— Shekhar Suman (@shekharsuman7) September 29, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle