ભાજપને ખબર પણ નહિ પડે તેમ શિવસેના મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે તૈયાર

હાલ તમે જાણતા હશો કે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાશન લાગી ગયું છે. મહારાષ્ટ્રમાં ટુંક સમયમાં જ ફરી સત્તા ઉલટફેર થઈ શકે છે તેવી જાણકારી સામે આવી…

હાલ તમે જાણતા હશો કે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાશન લાગી ગયું છે. મહારાષ્ટ્રમાં ટુંક સમયમાં જ ફરી સત્તા ઉલટફેર થઈ શકે છે તેવી જાણકારી સામે આવી છે. અલગ-અલગ મુદ્દા પર મંથન બાદ સરકાર બનાવવા માટે શિવસેના એન.સી.પી. અને કોંગ્રેસને વચ્ચે લગભગ સહમતિ બની ગઈ છે. સરકાર બનાવવાના ફોર્મ્યુલા માટે ત્રણેય પાર્ટીઓ સહમત છે. ત્રણેય પાર્ટીઓ એક-બે દિવસમાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સમક્ષ સરકાર બનાવવા દાવો રજૂ કરી શકે છે. સુત્રના જણાવ્યા પ્રમાણે વિપરીત વિચારધારા વાળા શિવસેના સાથે ગઠબંધન પહેલા કોંગ્રેસ તમામ મહત્વના મુદ્દા પર સહમતી બનાવવા ઈચ્છતી હતી. જોકે અહેમદ પટેલે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે સીધી વાત કરીને ઘણા મુદ્દાઓ ઉકેલી દીધા છે.

કોંગ્રેસ અને એનસીપીએ ઉભી કરી આ શરતો…

ભારતની રાજધાની નવી દિલ્હીથી મુંબઇ પહોંચેલા કોંગ્રેસના નેતાઓ અહમદ પટેલ, મલ્લિકાર્જુન ખડગે અને વેણુગોપાલે મહારાષ્ટ્ર રાજ્યમાં સરકાર રચવા એન.સી.પી. અને શિવસેના વચ્ચે સત્તાની વહેંચણી અંગે ચર્ચા-વિચારણા કરી હતી. એક ફોર્મ્યુલા એવી વિચારવામાં આવી હતી કે 50-50 ની નહીં પરંતુ ત્રણે પાર્ટીઓ વચ્ચે વારાફરતી મુખ્ય પ્રધાનપદ વહેંચાઇ જાય, ડેપ્યુટી સીએમ પાંચેપાંચ વર્ષ કોંગ્રેસનો રહે અને પ્રધાન મંડળમાં ત્રણે પાર્ટીઓને સમાન વહેંચણી મળે. શિવસેનાએ આ ફોર્મ્યુલા સ્વીકારી છે કે નહીં એની સત્તાવાર જાહેરાત મંગળવારે મોડી રાત સુધી થઇ નહોતી.

દિલ્હીથી આવેલા નેતાઓએ યશવંત રાવ ચવાણ સેન્ટરમાં એનસીપી સાથે લાંબી ચર્ચા કરી હતી. એનસીપીએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે કોંગ્રેસે માત્ર બહારથી ટેકો નહીં આપતાં સરકારમાં સહભાગી થવું જોઇએ. બીજી બાજુ કોંગ્રેસે માત્ર સહિયારા લઘુતમ કાર્યક્રમનો મુદ્દો પકડી રાખ્યો હતો. એનસીપીએ રોટેશનલ સીએમ (ત્રણે પક્ષોને વારાફરતી મુખ્ય પ્રધાનપદ મળે ) એ મુદ્દા પર ભાર મૂક્યો હતો. એનસીપીએ એવું પણ સૂચન કર્યું હતું કે અમે શિવસેના સાથે 50-50 ની વ્યવસ્થા ગોઠવીએ અને તમને અર્થાત્ કોંગ્રેસને પાંચે પાંચ વર્ષ ડેપ્યુટી સીએમ તરીકે સ્થાન આપીએ. જો કે મોડી રાત સુધી કોઇ આખરી નિર્ણય લેવાયો નહોતો.

મુંબઈમાં એન.સી.પી.એ જ્યાં મુખ્યમંત્રી અને ડેપ્યૂટી મુખ્યમંત્રીની ફોર્મ્યૂલા વિશે ચર્ચા કરી છે. તે સમયે દિલ્હીમાં કોંગ્રેસ પાર્ટીએ કેબિનેટની ફોર્મ્યૂલા રજૂ કરી છે. કોંગ્રેસ સૂત્રોના જણાવ્યા મુજબ, પાર્ટી ત્રણેય પક્ષમાં સત્તાની બરાબરની ભાગીદારી ઈચ્છે છે. કોંગ્રેસની ફોર્મ્યૂલા છે કે, 42 કેબિનેટ મંત્રી બનાવવામાં આવે અને તેમાં શિવસેના અને એન.સી.પી. સાથે 14-14 મંત્રીઓની વહેંચણી કરવામાં આવે. એટલે કે કોંગ્રેસ-શિવસેના અને એન.સી.પી.ના 14-14 મંત્રી સરકારમાં રહી શકે છે. તે સાથે-સાથે કોંગ્રેસ ગૃહ અને નાણાં જેવા મહત્વના વિભાગ ઉપર પણ નજર રાખીને બેઠી છે. કોંગ્રેસનું માનવું છે કે, આ પ્રમાણેના મહત્વના ખાતાની વહેંચણી પણ યોગ્ય રીતે કરવામાં આવે. એટલે સૌથી ઓછા ધારાસભ્યો હોવા છતા પણ કોંગ્રેસ સરકારમાં ખૂબ મજબૂતી સાથે રહેવા માંગે છે. તે ઉપરાંત શિવસેનાના મુખ્યમંત્રી બને તો બે ડેપ્યૂટી સી.એમ. રાખવાની ચર્ચા પણ મુખ્ય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *