આ શહેરમાં બનશે ગુજરાતનું સૌથી ઊંચું રહેણાંક બિલ્ડીંગ, જાણો વિગતે

ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (ગિફ્ટ સિટી)માં રાજ્યનું પહેલું અને સૌથી ઊંચું રેસિડેન્શિયલ બિલ્ડીંગ બનવા જઈ રહ્યું છે. તાજેતર માં જ દેશની અગ્રણી રિઅલ એસ્ટેટ કંપની શોભા લીમીટેડ ગુજરાતમાં 33 માળનો રહેણાંક પ્રોજેક્ટ શરુ કર્યો છે અને કંપની આ પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂ. 500 કરોડનું રોકાણ કરશે. આ પ્રોજેક્ટ અંતર્ગત બે ટાવર બનશે અને તેમાં 474 જેટલા ફ્લેટ્સ હશે. કંપનીના મતે, અમદાવાદ એ ગુજરાતનું મુખ્ય વાણિજ્યિક કેન્દ્ર છે કે જે ફાર્મા, પેટ્રોકેમિકલ, ટેક્સટાઈલ અને ઓટોમોબાઇલ બિઝનેસમાં સમાન કામગીરી ધરાવે છે. છેલ્લાં થોડાં વર્ષોથી ઝડપથી આઇટી અને આઇટીઇએસ સેક્ટર્સમાં માળખાગત સુવિધાનો વિકાસ થવાથી અમદાવાદ રોકાણ માટે મહત્ત્વપૂર્ણ કેન્દ્ર બની ગયું છે. સંયુક્તપણે આ ક્ષેત્રોએ શહેરમાં વાણિજ્યિક અને રહેણાક રિયલ એસ્ટેટ બજારને વેગ આપ્યો છે.

આ રહેણાંક પ્રોજેક્ટ 2024 સુધીમાં પૂર્ણ થશે.

શોભા લિમિટેડનાં વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર જે. સી. શર્માએ કહ્યું હતું કે, ગિફ્ટ સિટીમાં થઇ રહેલા ગ્રોથને ધ્યાનમાં રાખી આવનારા સમયમાં રહેણાંક માટેની માંગ ને ધ્યાનમાં રાખીને અમે અહી પ્રોજેક્ટ શરુ કરવાનો નિર્ણય કર્યો હતો. આના માટે ગિફ્ટના ડોમેસ્ટિક એરિયામાં અમે 99 વર્ષ માટે જમીન લીઝ પર મેળવી છે. ગુજરાતના સૌથી ઊંચા બિલ્ડીંગનો આ પ્રોજેક્ટ 2024 સુધીમાં પૂર્ણ થઇ જશે.

કંપનીનો ગુજરાતમાં આ પહેલો પ્રોજેક્ટ બનશે.

અત્યારે કંપની બેંગાલુરુ, ગુરુગ્રામ, ચેન્નાઈ, પૂણે, કોઇમ્બતૂર, થ્રિસ્સૂર, કોઝિકોડે, કોચિન અને મૈસૂરમાં કામગીરી ધરાવે છે. સંપૂર્ણપણએ જોઈએ તો સોભા ભારતમાં 13 રાજ્યો અને 26 શહેરોમાં કામગીરી ધરાવે છે. ગુજરાતમાં અત્યાર સુધી કંપનીની હાજરી ન હતી પણ કંપની ગિફ્ટ સીટી પ્રોજેક્ટ સાથે હવે રાજ્યમાં સક્રિય બની છે.

5.24 લાખ ચોરસ ફીટ જેટલા વિસ્તાર માં બનશે.

શોભા ડ્રીમ હાઇટ્સ કે જેમાં બે ટાવરમાં 474 યુનિટ હશે, જેનો કુલ સુપર બિલ્ટ એરિયા 5.24 લાખ ચોરસ ફીટ હશે. પ્રોજેક્ટ આધુનિક સુવિધાઓ સાથે 1BHK અને 2BHK એપાર્ટમેન્ટ ઓફર કરશે આ ઉપરાંત એમાં વોટર વોલ સાથે 3 માળનું એક પ્રકારનું ક્લબહાઉસ સામેલ હશે, જે 8,000 ચોરસ ફીટનાં વિશાળ એરિયાને આવરી લેશે. અન્ય સુવિધાઓમાં ક્રિકેટ પિચ, બાસ્કેટબોલ કોર્ટ, સ્વિમિંગ પૂલ, જીમ્નેશિયમ અને ટેનિસ કોર્ટ સામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *