આ તાલુકામાં 7 ઇંચ વરસાદ: પાક નુકશાનથી ખેડૂતો માથે મોટું દુઃખ

બનાસકાંઠાના ભાભર તાલુકા પંથકમાં પાછોતરા વરસાદે કુદરતી મહેરના બદલે મેઘરાજાએ કહેર મચાવી દીધો છે. નવરાત્રિના બીજા જ દિવસે ધોધમાર વરસાદ પડતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી…

બનાસકાંઠાના ભાભર તાલુકા પંથકમાં પાછોતરા વરસાદે કુદરતી મહેરના બદલે મેઘરાજાએ કહેર મચાવી દીધો છે. નવરાત્રિના બીજા જ દિવસે ધોધમાર વરસાદ પડતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને ખેડૂતોના ઘણા-ખરા પાકને ખુબ નુકસાન થવા પામ્યું છે.

ઢીંચણ સુધીના પાણી ભરાયા છે.

છેલ્લા 24 કલાકમાં 7 ઈંચ જેટલો વરસાદ નોંધાયો ચુક્યો છે. જ્યારે આજે 5 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ પડતા મુશ્કેલીઓ વધી જવા પામી છે. ભાભર શહેરના લાટી બજાર ખાડીયા વિસ્તાર આઝાદ ચોક વાવ રોડ અને નીચાણવાળી સોસાયટી વિસ્તારમાં ઢીંચણ સમા પાણી ભરાઇ જવા પામ્યા હતા. વરસાદી પાણીના નિકાલ માટેની ભૂગર્ભ ગટર લાઇનો પાણી ગાળી ન શકતા મુશ્કેલી સર્જાઇ હતી.

લીલા દુષ્કાળના એંધાણ મળી આવ્યા છે.

ભાભર મામલતદારના આદેશથી પાલિકાના વહીવટીતંત્રએ પાણીનો નિકાલ કરાવ્યો હતો. રહીશોએ હાસકારો અનુભવ હતો. જ્યારે વધુ વરસાદને લઈને ખેડૂતોને પડતા ઉપર લાત સમાન એરંડા કપાસ જુવારના પાકને મોટું નુકસાન થવા પામ્યું છે. ખેતરમાં કાપણી કરીને રાખેલા બાજરી અને જુવાર પાક પલળી જતાં નુકસાન થવા પામ્યું છે. વરસાદનો કહેર વર્તાતા હવે લીલા દુષ્કાળનાં એંધાણ વર્તાઇ રહ્યા છે ખેડૂતોને નુકસાન આપવા માંગ ઉઠી રહી છે. ભાભર તાલુકાના ઢીંકવાળી વડપગ ગોસણ ઊજનવાડા ઊંડાઈ બુરેઠા કપરુપુર ચીચોદરા ખારા નેસડા કારેલા અબાળા વગેરે ગામોમાં એરંડા કપાસ જુવાર અને મોટું નુકસાન થવાના અહેવાલ મળી રહ્યા છે.

કાંકરેજ તાલુકામાં સતત બે દિવસ થી ભારે વરસાદ એક દિવસ મા 3 ઇંચ વરસાદ ખાબક્યો 

કાંકરેજ તાલુકના ના થરા સહિત તાલુકામાં છેલા બે દિવસ થી પડી રહેલા અનરાધાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે. જ્યારે ખેતી પાકો મા પાણી ભરાઈ રહેતા કપાસ , એરંડા અને ઘાસચારાના પાકને વ્યાપક અસર થવાની ભીંતિ સેવાઈ રહી છે. એક દિવસમાં 3 ઇંચથી વધુ વરસાદ પડતા થરાનું બજાર સૂમસામ ભાસતું હતું. એક તરફ નવરાત્રિનો પ્રારંભ થયો છે. ગરબી ચોકોમાં પાણી ભરાયા છે ત્યારે ખેલૈયાઓના ગરબે રમવાનો ઉત્સાહ ઉપર પાણી ફરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *