રાત્રીના સમયે પત્નીએ કરી પોતાના જ પતિની હત્યા, કારણ જાણીને ચોંકી જશો

અવાર નવાર હત્યાની ઘટના તમે કોઈના કોઈ માધ્યમથી સાંભળતા હશો. જેમાં કોઈ વ્યક્તિની અન્ય વ્યક્તિ સાથે બોલાચાલી થતા જ બંને વચ્ચેનો સબંધ બગડે છે અને અંતે તેનું ગંભીર પરિણામ આવે છે. ત્યારે આવી જ એક ઘટના દ્વારકાથી સામે આવી છે. જાણીએ શું છે સમગ્ર ઘટના…

દ્વારકાના મીઠાપુર ઉધોગ નગરમાં રાત્રીના સમયે યુવકની હત્યા કરતા સ્થાનિક વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. આ યુવકની હત્યા બીજા કોઈએ નહિ પરંતુ તેમની જ પત્નીએ જ પિયરવાળા સાથે મળીને કરી છે. આ ઘટનાને કારણે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે. ધારદાર હથિયારના ઘા મારીને આ યુવકની હત્યા કરી નાખતા પોલીસ ઘટનાસ્થળે ઘસડી આવી હતી અને આ યુવકનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, ગઈ કાલે જ દ્વારકાના મીઠાપુર ઉધોગ નગરમાં રિસાયેલી પત્નીને મનાવવા માટે પતી આવ્યો હતો. જયારે પતિ અને પત્ની વચ્ચે સમાધાન નહોતું થયું અને મામલો વધુ ઉગ્ર બન્યો અને વાત બોલાચાલીમાંથી મારામારી સુધી પહોચી આવી હતી.

રિસાયેલી પત્નીને મનાવવામાં આવેલ પતિને પત્ની, પત્નીના ભાઈ અને તેમની માતા સાથે મળીને ધારદાર હથિયારોથી ગંભીર રીતે હુમલો કર્યી હતો. જેને લીધે યુવકનું ગંભીર રીતે મોત નીપજ્યું હતું. પોલીસે આગળની તપાસ હાથ ધરીને મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *