જુઓ LIVE વિડીયો- આંખના પલકારામાં ધરાશાયી થઇ પાંચ માળની ઈમારત

સાંજે તેના કામથી થાકીને, એક વ્યક્તિ તેના ઘરે પહોંચે છે. કોઈપણ વ્યક્તિને સૌથી પ્રિય તેનું ઘર હોય છે. પરંતુ કલ્પના કરો, તમે સાંજે તમારા ઘરે ગયા અને તે ઘર જોવા જ ન મળે તો? એવું લાગશે કે તમારી પાસે કંઈ જ રહ્યું નથી. ત્યારે સોશિયલ મીડિયા પર એવો જ એક વીડિયો સામે આવ્યો છે. આ વિડિયો જોઈને તમારો આત્મા હચમચી જશે.

3 સેકન્ડમાં મકાન થયું ધરાશાયી: 
આ વીડિયો 5 માળની ઈમારત સાથે સંબંધિત છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, 5 માળની ઈમારત માત્ર 3 સેકન્ડમાં જ પડી ગઈ છે. વિચારો કે આ બિલ્ડિંગમાં રહેતા લોકોનું શું થયું હશે. વીડિયો જોયા પછી તમે પણ થોડીવાર માટે નિરાશ થઈ જશો.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે 5 માળની ઈમારત પહેલા વાંકાચૂકા છે અને જોત જોતામાં જ પડી જાય છે. તમે જોઈ શકો છો કે, આ 5 માળની ઊંચી ઈમારતની ઝપેટમાં એક નાનું ઘર પણ આવી જાય છે. અને તે પણ દટાઈને બરબાદ થઈ જાય છે. તેમજ ઇમારત સંપૂર્ણપણે તૂટી જાય છે. આ વીડિયો થોડા મહિના પહેલાનો છે, જે હિમાચલ પ્રદેશનો હોવાનો જણાવવામાં આવી રહ્યો છે. મળતા અહેવાલો મુજબ, ભારે વરસાદ બાદ થયેલા ભૂસ્ખલનને કારણે આ મકાન એક જ ઝટકામાં તૂટી પડ્યું હતું.

ભૂસ્ખલનને કારણે મકાન ધરાશાયી થયું હતું: 
તમને જણાવી દઈએ કે વરસાદના દિવસોમાં ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં આવા દ્રશ્યો જોવા મળે છે. ક્યારેક ભૂસ્ખલનને કારણે ઘરોને નુકસાન થાય છે તો ક્યારેક રસ્તાઓ તૂટી જાય છે. આ વીડિયોને theournaturee નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં 40 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. તેમજ વીડિયોને 35 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *