વાલીઓ ચેતજો! પિતાએ બાળકીને રમાડવા હવામાં ઉછાળી ને… પંખામાં આવી ગયું માથું- પિતાને જીવનભર યાદ રહેશે આ ભૂલ

Shocking case for parents: આપણે અનેક વાર એવુ જોયું હશે કે, નાના બાળકોને મારા-પિતા કે પરિવારના કોઈ અન્ય સભ્યો દ્વારા હવામાં ઉછાળીને રમાડાવમ આવતા હોય છે. જયારે બાળકને આવી રીતે રમાડવામાં આવે છે, ત્યારે તેઓ ખુબજ ખુશ થાય છે અને મલકાય છે. પરંતુ તમે જાણતા નથી કે આવુ કરવું કેટલુ જોખમી બની શકે છે. આવી રીતે રમાડનાર માતા-પિતા માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે.

ગુજરાત રાજ્યમાં આવેલા સુરત શહેરમાં એક પિતા પોતાની બાળકીને ઉછાળી-ઉછાળીને રમાડતા હતા. ત્યારે બાળકીનું માથું ચાલુ પખાંની પાંખમાં આવી ગયુ હતું. આ ઘટનામાં ત્રણ માસની બાળકીનું કરુણ મોત નિપજ્યું છે. મળેલી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના સુરત શહેરમાં આવેલા લિંબાયત વિસ્તાર માંથી પ્રકાશમાં આવી છે.

લિંબાયતમાં આવેલા ખાનપુરા વિસ્તારમા મસરુદ્દીન શાહનો પરિવાર રહે છે. કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરતા મસરુદ્દીનને સંતાનોમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. પ્રાપ્ત માહિતી અનુસાર શનિવારે મસરુદ્દીન તેમની ત્રણ મહિનાની દીકરી ઝોયાને રમાડી રહ્યા હતા. મસરુદ્દીનએ ઝોયાને રમાડવા માટે અદ્ધર ઉછાળી હતી, તેથી ઝોયાનું માથું પંખાની પાંખમાં આવી ગયું હતું અને આ ઘટનામાં ઝોયા ઘાયલ થઇ હતી.

આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલી થેલી ઝોયાને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે તરતજ ખસેડવામાં આવી હતી. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ત્રણ માસની ઝોયાનું મોત નિપજ્યુ હતું. ઘટનાની જાણ પોલીસને થતા તરતજ ઘટના સ્થળે આવ્યા હતા અને અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *