ખજાનાની શોધમાં ચાલી રહ્યું હતું ખોદકામ, અચાનક ખાડા માંથી નીકળ્યા 500 જેટલા મડદા

ખોદકામ જમીનની નીચે ઘણી બધી રહસ્યમય વસ્તુઓ દબાયેલી હોય છે. જે ખોદકામ કરવા પર જ પ્રાપ્ત થતી હોય છે. ખોદકામ કરતી વખતે અનેક રહસ્યો સામે આવતા હોય છે. આ દરમિયાન તાજેતરમાં જ ખોદકામ દરમિયાન ખાડામાંથી 500 લાશો મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ લાશો બાળકો અને મહિલાઓની હોવાનું સામે આવ્યું હતું.

જાણવા મળ્યું છે કે, આ ખાડો નાઝી કેમ્પનો છે જ્યાં લોકોની નિર્મમ હત્યા કરવામાં આવતી હતી. આ લાશો પર ગોળીના નિશાન મળી આવ્યા છે. આ ઉપરાંત તોર્ચ્રના પણ અનેક નિશાન બોડી પર મળી આવ્યા છે. બીજી બાજુ કેટલાક લોકોના મોત ભૂખના કારણે થયા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.

આ સાઈટ પણ લગભગ 64 ઇન્વેસ્ટિગેટર્સ હાજર હતા. જાણવા મળ્યું છે કે, આ ખાડાની તપાસ ઘણા વર્ષોથી કરવામાં આવતી હતી. ઘણા લોકોનું em પણ કહેવું હતું કે, આ ખાડામાંથી મુલ્યવાન ચીજો પણ મળી શક્તિ હતી. પરંતુ, જયારે ખોદકામ કરવામાં આવ્યું ત્યારે અંદરથી માત્ર લાશો જ મળી.  

લાશોથી ભરેલા આ ખાડામાં લગભગ 8500 લાશો હોવાનું જાણવા મળ્યું છે. નાઝી કેમ્પથી ભાગેલા લોકોના નિવેદનો અનુસાર, ત્યાં આવા આશરે 15 ખાડાઓ છે. આ દરેક ખાડામાં 30થી 100 લાશો નાખવામાં આવી હતી. જેમાંથી હજુ તો માત્ર 500 લાશો જ મળી છે. વધુ ખોદકામ કરતા વધુ લાશો મળવાની શક્યતા છે.

ખાદ્કામ કરતી વખતે ત્યાંથી લાશો ઉપરાંત અન્ય કોઈ વસ્તુ મળી નથી. ટીમને માત્ર સિગારેટનો એક ડબ્બો મળ્યો છે. જાણવા મળ્યું છે કે, અનેક લાશોના હાડકા તૂટેલા મળ્યા. જે જોઇને કહી શકાય કે, આ લોકોને માર્યા પહેલા તેમની પર ઘણા અત્યાચાર કરવામાં આવ્યા હતા. આ અવશેષોમાં હાડકા ઉપરાંત ખોપડીઓ અને દાંત પણ મળી આવ્યા હતા.

નાઝીઓએ બીજા વિશ્વ યુદ્ધ વખતે અનેક ટોર્ચર કેમ્પ બનાવ્યા હોવાનું સમે આવ્યું છે. જેમાં કેદ કરવામાં આવેલ લોકો પાસે મજુરી કરાવવામાં આવતી હતી. આ દરમિયાન જયારે તેઓ કોઈ કામ કરવામાટે અશક્ત થઈ જતા ત્યારે તેમને મારી નાખવામાં આવતા. અને તેમણે આ કેમ્પની નીચે જ મજુરોના સ્મશાન ઘાટ બનાવી દીધા હતા. હાલ આ લાશોને તપાસ માટે મોકલવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *