પ્રેમી માટે ઘર છોડ્યું… જન્મ આપનારા માતા-પિતાને છોડ્યા અને પ્રેમીએ આપી તો ‘નર્કની જિંદગી’ -હિંમતવાળા જ વાંચજો અમદાવાદની આ ઘટના

Shocking Ending To The Love Story in Ahmedabad: મુંબઈની યુવતીને અમદાવાદ (Ahmedabad) ના યુવક સાથે પ્રેમ કરવો એ જીવન અને સૌથી મોટી ભૂલ સાબિત થઈ…

Shocking Ending To The Love Story in Ahmedabad: મુંબઈની યુવતીને અમદાવાદ (Ahmedabad) ના યુવક સાથે પ્રેમ કરવો એ જીવન અને સૌથી મોટી ભૂલ સાબિત થઈ હતી. ફિલ્મી સ્ટોરી ને પણ ટક્કર આપે એવી ઘટના હાલ પ્રકાશમાં આવી છે. પ્રેમીને પામવા પ્રેમિકાએ ઘર છોડ્યું… વતન છોડ્યું… બાકી હતો તો જે માતા પિતાએ જન્મ આપ્યો અને ભણાવી ગણાવીને મોટી કરી તેને પણ છોડ્યા. અને યુવતીને આટલું વધુ કરવા છતાય મળી તો ફક્ત નિરાશા…

33 વર્ષીય સુધા ભાવસાર ઉત્તર પ્રદેશના લખનૌની છે. મુંબઈમાં રહેતા સુધાના કાકાને કોઈ સંતાન ન હોવાથી સુધાને દત્તક લીધી હતી. મુંબઈમાં રહેતી સુધાને અમદાવાદમાં રહેતા રમેશ નામના યુવક સાથે પરિચય થયો હતો. ધીરે ધીરે વાતચીત અને પછી બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા.

ક્યારેક રિતેશ સુધાને મળવા મુંબઈ આવતો.. તો ક્યારેક સુધા રિતેશને મળવા અમદાવાદ આવતી. સુધા રિતેશની વાત માની ગઈ કે, તે અમદાવાદમાં કાપડની કંપનીમાં સારા પદ ઉપર કામ કરે છે. થોડા સમય બાદ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. સુધાએ કહ્યું મારો પરિવાર લગ્ન માટે રાજી નહોતો છતાં મેં ભાગીને લગ્ન કરવાનું નક્કી કર્યું.

પરિવારના સભ્યો રાજી ના થતા સુધાએ ઘર છોડી રિતેશ સાથે લિવ-ઈનમાં અમદાવાદ રહેવા લાગી. સુધાએ કહ્યું કે, બે વર્ષે પ્રેગનેટ થતા મે રિતેશને લગ્ન કરવા કહ્યું અને 2020 માં કોર્ટ રજીસ્ટર લગ્ન કર્યા, અને દીકરીનો જન્મ થયો. પરંતુ સમય જતા જાણવા મળ્યું કે, પતિ રિતેશ સટ્ટાબાજી કરે છે. મુંબઈથી દારૂ લાવીને અહીંયા વેચે છે.’ પરંતુ આ પરિસ્થિતિ સુધા માટે જીવનની સૌથી મોટી ભૂલ સાબિત થવાની હતી.

સુધાના પગ તળેથી જમીન સરકી ગઈ જ્યારે, રિતેશે સુધાને કહ્યું ‘તારે દેહવ્યાપર કરવો પડશે.’ સટ્ટાબાજીમાં મોટું નુકસાન થઈ જતા રૂપિયા કમાવવા રિતેશે પોતાની જ પત્નીને દેહવ્યાપરમાં લગાડવાનું નક્કી કર્યું. જ્યારે સુધાએ આ વાતની ના પાડી તો રિતેશ ખૂબ જ ગુસ્સે થયો હતો. આટલું જ નહીં સુધા અને તેની દીકરીને મારી નાખવાની ધમકી પણ આપી હતી.

સુધા કહે છે કે, ‘રિતેશની બળજબીથી મારે દેહવ્યાાર માટે પણ જવું પડતું હતું. શરૂઆતમાં તો તેના મિત્રોને જ ઘરે બોલાવી સંબંધ બાંધવા દબાણ કરતો, અને પછી તે જ્યાં કહે ત્યાં હું જતી.’ સુધા સાથે આ ઘણા લાંબા સમય સુધી ચાલ્યું. જ્યારે સુધાએ રિતેશને ચોખ્ખી ના પાડી દીધી ત્યારે રિતેશે બે વર્ષની દીકરીને પોતાની પાસે રાખી સુધાને ઘરની બહાર કાઢી મૂકી.

ભાગીને લગ્ન કર્યા હતા તો, સુધાને મુંબઈ કે લખનો જવાની પણ હિંમત નહોતી. આખરે સુધા દિલ્હીમાં રહેતી તેની બહેનપણીનો સંપર્ક કરી ત્યાં ભાડે રહેવા લાગી. તેમ છતાં રિતેશ સુધાને હેરાન કરવાનું કોઈ પણ કારણ છોડતો ન હતો. પતિ તેની પત્નીના ન્યુડ ફોટો વાયરલ કરી દીધા હતા. સુધાનો આરોપ છે કે, આ ઘટનામાં રિતેશના મિત્રોએ પણ તેનો સાથ દીધો છે.

સુધાના જીવનનો સૌથી મોટો ઘટસ્ફોટ તો હજુ બાકી હતો… સુધાને ખબર પડી કે, રિતેશના ત્રણ-ત્રણ લગ્ન થયા છે. દરેક પરિસ્થિતિનો સામનો કરતી સુધાએ હિંમત બતાવીને અમદાવાદ પોલીસ સ્ટેશનમાં પતિ અને તેના મિત્રો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળતા પોલીસે પતિ રિતેશની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હવે જોવાનું એ રહ્યું કે શું પોલીસ સુધાને ન્યાય અપાવી શકશે કે નહીં?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *