40 વર્ષના ભાભી 6 સંતાનોને નોંધારા મૂકી 14 વર્ષના છોકરાને ભગાડી ગઈ- સમગ્ર ઘટના જાણી આંખે અંધારા આવી જશે

ગુજરાત(Gujarat): દાહોદ(Dahod) જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, દાહોદમાં 6 સંતાનની માતા 14 વર્ષના કિશોરને ભગાડી જવાનો મામલો સામે આવ્યો છે. ફતેહપુર(Fatehpur)ની 35થી 40 વર્ષની 6 સંતાનની માતા પતિના મિત્રના દીકરાને ભગાડીને ગઇ હતી. આ મહિલા સુખસર આવી હતી અને કિશોરને ભગાડીને લઇ ગઇ હતી.

જ્યારે આ બન્નેને ગાંધીનગરથી ઝડપ્યા ત્યારે આ વાતની જાણ થઈ ત્યારે પરિવાર સહિતના કેટલાક લોકો શોધવા નીકળ્યા હતાં અને આખરે પરિવારજનોએ પરિણીતા-કિશોરને ગાંધીનગરથી ઝડપી પડ્યા હતા.

મહિલા અને કિશોર બંને ફરીથી ભાગી ગયા:
લોકો જ્યારે તેમની જાણ મળતા પરત લાવી રહ્યા હતા ત્યારે પકડીને પરત લાવતા સમયે બંને ફરી સંતરામપુરથી ભાગી ગયા હતા. જેને લઇ કિશોરના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. મળતી માહિતી અનુસાર, ફરાર થયેલી મહિલાની એક દીકરીના લગ્ન પણ થઇ ચૂક્યા છે.

કિશોર પુખ્ત વયનો હોવાનો દાવો:
જ્યારે કિશોર પોતે પણ પુખ્તવયનો હોવાનો દાવો કરી રહ્યો છે. સમગ્ર ઘટના બાદ દીકરાએ પિતાને ફોન કરીને પોતાનો જન્મ 1997માં થયાનું જણાવ્યું છે. જ્યારે આધારકાર્ડમાં દીકરાની જન્મ તારીખમાં 2007નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કે કિશોરના પિતાએ પોતે જ પોલીસ ફરિયાદ નોંધાવી હોવાથી કહાનીમાં હજુ ટ્વીસ્ટ આવે તેવી પુરેપુરી સંભાવના જોવા મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *