બાર-બાલાઓ સાથે ઝૂમતી વખતે યુવકે દેશી કટ્ટાથી કર્યું ફાયરિંગ અને ગોળી બાળકની આંખમાં વાગતા… – જુઓ વિડીયો

મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના શિવપુરી(Shivpuri)માંથી જન્મદિવસની પાર્ટીમાં ફાયરિંગ(Firing) કર્યાનો મામલો સામે આવ્યો છે. પાર્ટીમાં બાર ગર્લ્સ(Bar Girls)ને બોલાવવામાં આવી હતી અને ડીજેના તાલ સાથે પર ડાન્સની રમજટ…

મધ્યપ્રદેશ(Madhya Pradesh)ના શિવપુરી(Shivpuri)માંથી જન્મદિવસની પાર્ટીમાં ફાયરિંગ(Firing) કર્યાનો મામલો સામે આવ્યો છે. પાર્ટીમાં બાર ગર્લ્સ(Bar Girls)ને બોલાવવામાં આવી હતી અને ડીજેના તાલ સાથે પર ડાન્સની રમજટ ચાલી રહી હતી. ડાન્સ કરતી વખતે એક યુવકે દેશી કટ્ટો કાઢીને હવામાં ફાયરિંગ કર્યું હતું અને જોતજોતામાં જ ગોળી 12 વર્ષના બાળકની આંખમાં વાગી ગઈ હતી. ઘાયલ સગીરને સારવાર માટે ગ્વાલિયર રિફર કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

આ મામલો કરૈરા પોલીસ સ્ટેશન વિસ્તારના ડબરા ગામનો છે. જ્યાં ભાગવત લોધી નામના વ્યક્તિના પૌત્રનો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો હતો. કાર્યક્રમમાં બાર-બાલાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. બર્થડે પાર્ટીમાં મચાવલી ગામમાં રહેતા સગા લોકેન્દ્ર લોધી અને નરેન્દ્ર લોધી પણ હાજર હતા. આ દરમિયાન ડીજેના તાલ સાથે પર ડાન્સની રમજટ ચાલી રહી હતી. લોકેન્દ્ર અને નરેન્દ્ર બાર ગર્લ્સ સાથે ડાન્સ કરી રહ્યા હતા. આ દરમિયાન લોકેન્દ્ર લોધીએ ગોળીબાર કર્યો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે સ્થળ પર હાજર લોકોએ લોકેન્દ્રને ફાયરિંગ કરતા રોક્યા હતા. પરંતુ ઝપાઝપીમાં 12 વર્ષના માસૂમ બાળકને આંખમાં ગોળી વાગી હતી. પરિવાર તરત જ બાળકને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં લઈ ગયો, જ્યાંથી તેને ગ્વાલિયર રિફર કરવામાં આવ્યો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પીડિતાના પરિવારની ફરિયાદના આધારે પોલીસે નરેન્દ્ર અને લોકેન્દ્ર વિરુદ્ધ કેસ નોંધીને બંને આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે આવી ઘટના સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *