કોરોના કેસ વધતા લેવાયો મોટો નિર્ણય: શો રૂમ, ટી સ્ટોલ, ફરસાણ દુકાન, પાન મસાલા, જીમ ક્લબ બંધ

હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં પહેલાની જેમ ફરી એકવખત કોરોનાના કેસમાં ઝંગી વધારો જોવા મળી રહો છે. જેને લઈને અમદાવાદના 8 જેટલા વિસ્તારમાં રાત્રે 10 વાગ્યા બાદ હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણી બજાર, મોલ, ગલ્લા, ટી સ્ટોલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંગે ગઈકાલે મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય લેવામાં આવ્યો હતો કે, જોધપુર, સાઉથ બોપલ, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા પાલડી, ઘાટલોડિયા તથા મણિનગર વિસ્તારમાં રાત્ર્રીનાં 10 વાગ્યા બાદ હોટલ-રેસ્ટોરન્ટ બંધ રહેશે.

મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રેસ નોટમાં કહ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં છેલ્લા એક મહિનામાં નોંધાયેલા કેસોનું એનાલિસિસ કરતાં કોવિડ-19 કેસોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. આ 8 વોર્ડમાં હાલમાં રિપોર્ટ થયેલા કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈને ધંધાકીય એકમ જેવા કે, રેસ્ટોરન્ટ, મોલ, શો-રૂમ, ટી-સ્ટોલ, ફરસાણ દુકાન, કાપડની દુકાન, પાન મસાલાના ગલ્લા, હેર સલૂન, સ્પા, જિમ, ક્લબ વગેરે એકમો રાતના 10 વાગ્યા બાદ બંધ રાખવાના રહેશે.

DyCM નીતિનભાઈ પટેલ કહ્યું હતુ કે, સમગ્ર રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યાં છે. મનપાના કમિશનરોને કમિશનરને યોગ્ય નિર્ણય લેવા માટે તથા જરૂરી પગલાં ભરવા માટે પણ છૂટ આપી દેવામાં આવી છે. જેને લઈ લોકો હવે જોઈએ આગળ શું કરે છે ? આ ઉપરાંત મધ્ય ઝોનના ખાડિયા વિસ્તારમાં આવેલા માણેકચોક ખાણીપીણી બજાર તથા રાયપુર દરવાજા પાસે આવેલા રાયપુર ખાણીપીણી બજાર પણ રાતના 10 વાગ્યા પછી બંધ રાખવાનો આદેશ કરાયો છે.

15 માર્ચને મંગલવારના તોજ રાજ્યમાં કુલ 890 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તેની સામે કુલ 590 વ્યક્તિ સાજા થયા છે. ચૂંટણીઓ સમાપ્ત થતાની સાથે જ રાજ્યમાં કોરોનાનો બીજો વેવ શરૂ થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરતમાં 262, અમદાવાદમાં 209, રાજકોટમાં 95, વડોદરામાં 93, ભરૂચમાં 31, ખેડામાં 23, દાહોદમાં 15, આણંદ 14, નર્મદામાં 17, પંચમહાલમાં 14, જામનગરમાં 14, ભાવનગરમાં 12, ગાંધીનગરમાં 18, કચ્છ, મહેસાણામાં 10-10, મહીસાગરમાં 8, સાબરકાંઠામાં 9, અમરેલીમાં 6, જૂનાગઢમાં 9, પાટણમાં 5, ગીર સોમનાથમાં 4, મોરબી, સુરેન્દ્રનગરમાં 4-4, નવસારી અને તાપીમાં 2-2, અરવલ્લી, દેવભૂમિ દ્વારકામાં 1-1 આમ કુલ 890 કેસ નોંધાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *