આંધી-તોફાનમાં પણ આ પક્ષીઓએ એકબીજાનો સાથ ન છોડ્યો, વિડીયો જોઇને દિલ ખુશ થઇ જશે

સોશિયલ મીડિયા(Social media) પર દરરોજ વિવિધ પ્રકારના વીડિયો વાયરલ(Viral) થઈ રહ્યા છે. આમાંના કેટલાક વીડિયો કોમેડી(Comedy) હોય છે તો, કેટલાક જીવનના પાઠ આપે છે. આવો જ એક વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ખરાબ હવામાનમાં પણ બે પક્ષીઓ એકબીજા સાથે ખડે પગે છે. વીડિયો જોઈને આ વાત શીખી જોઈએ કે મુશ્કેલીમાં કેવી રીતે સાથે રહેવુ.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં ખરાબ હવામાનમાં બે પક્ષીઓ એકબીજા સાથે વાયર પર બેઠેલા જોવા મળે છે. આ વીડિયો IPS દિપાંશુ કાબરાએ તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ @ipskabra પરથી શેર કર્યો છે. વીડિયો દ્વારા તેમણે લોકોને આજના જીવનમાં એકબીજાની સાથે ઊભા રહેવાની હિંમત આ પક્ષીઓ પાસેથી શીખવાની સલાહ આપી છે.

આંધી-તોફાનમાં પણ પક્ષીઓ એકબીજાના સાથે:
વાયરલ થઈ રહેલા વીડિયોમાં બે પક્ષીઓ વાયર પર બેઠેલા જોવા મળે છે. પાછળથી જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન, આ બંને પક્ષીઓ એકબીજાને સંભાળવામાં વ્યસ્ત છે. તેઓ તેમની પાંખો વડે એકબીજાને ટેકો આપવાનું શરૂ કરે છે. વીડિયો શેર કરતાં IPS દીપાંશુ કાબરાએ તેની સાથે એક કેપ્શન પણ લખ્યું છે – જીવનમાં ગમે તેટલા તોફાનો આવે, જે લોકો ખરેખર તેમના છે, તેઓ વધુ મક્કમતાથી સાથે ઉભા રહે છે. વીડિયોમાં બે પક્ષીઓ મુશ્કેલ સમયમાં પણ એકબીજા સાથે જોવા મળે છે.

લાખો લોકોએ આ વીડિયો જોયો હતો:
વીડિયોને અત્યાર સુધીમાં 3 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે, જ્યારે 20 હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. વીડિયો પર કોમેન્ટ કરીને લોકોએ અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી છે. મોટાભાગના લોકોનું માનવું હતું કે આ વીડિયો પરિવાર અને તેના લોકોનું મહત્વ જણાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *