દિલ્હીની અર્થવ્યવસ્થાને વધુ વેગ મળે તે માટે અરવિંદ કેજરીવાલનું મોટું એલાન

દિલ્હી(Delhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) આજે એક મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે રાજધાનીમાં એક મહિનાનો દિલ્હી શોપિંગ ફેસ્ટિવલ(Delhi Shopping Festival) ઉજવવામાં આવશે. તે 28 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી એટલે કે 30 દિવસ સુધી ઉજવવામાં આવશે. આમાં ઘણી વસ્તુઓ પર ભારે ડિસ્કાઉન્ટ મળશે.

સીએમ કેજરીવાલે કહ્યું કે 28 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી દિલ્હી શોપિંગ ફેસ્ટિવલ મનાવવામાં આવશે. આ ભારતનો સૌથી મોટો શોપિંગ ફેસ્ટિવલ હશે. થોડા વર્ષોમાં, અમે તેને વિશ્વનો સૌથી મોટો તહેવાર બનાવીશું.

કેજરીવાલે કહ્યું કે, દુનિયાભરના લોકોને દિલ્હીનો અનુભવ કરવા માટે આમંત્રિત કરવામાં આવશે. આમાં યુવાનો, પરિવાર, વૃદ્ધો, અમીર, ગરીબ અને મધ્યમ વર્ગ માટે કંઈકને કઈક તો હશે જ.

દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે, આખી દિલ્હીને બજારોથી શણગારવામાં આવશે, દિલ્હી દુલ્હન બનશે. ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તેમણે કહ્યું કે આધ્યાત્મિક, ગેમિંગ, ટેક્નોલોજી, વેલનેસ હેલ્થ સબપર પ્રદર્શન હશે. દેશભરમાંથી ટોચના કલાકારોને બોલાવવામાં આવશે, આવા 200 જેટલા કોન્સર્ટ હશે, ખાસ ઓપનિંગ-ક્લોઝિંગ સમારોહ હશે. આ સાથે ખાસ ફૂડ વોકનું પણ આયોજન કરવામાં આવશે.

કેજરીવાલે દાવો કર્યો કે, આનાથી દિલ્હીની અર્થવ્યવસ્થાને મોટો વેગ મળશે. દિલ્હીના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ માટે મોટી તક હશે. આનાથી હજારો નોકરીઓનું સર્જન થશે. દિલ્હીના સીએમએ કહ્યું કે આ એક એવો તહેવાર હશે, જેના દ્વારા દિલ્હીના લોકો, વેપારીઓ, સરકાર બધા એક ભાગીદાર તરીકે કામ કરશે. દિલ્હીવાસીઓએ તેને હોસ્ટ કરવાની તૈયારી શરૂ કરવી જોઈએ અને બહારથી ટિકિટ બુક કરવાનું શરૂ કરવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *