KGF 2 સામે ફિક્કી સાબિત થઇ વિજયની ‘Beast’ -જાણો કઈ ફિલ્મ કેટલું કમાણી

નેલ્સન દિલીપ કુમાર(Nelson Dilip Kumar) દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘બીસ્ટ(Beast)’ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી રહી નથી. ‘KGF ચેપ્ટર 2(KGF Chapter 2)’ સાથે રિલીઝ…

નેલ્સન દિલીપ કુમાર(Nelson Dilip Kumar) દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘બીસ્ટ(Beast)’ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી રહી નથી. ‘KGF ચેપ્ટર 2(KGF Chapter 2)’ સાથે રિલીઝ થયેલી આ ફિલ્મ યશ (Yash)ની સામે ઝાંખી પડી રહી હોય તેવું લાગે છે. સાઉથ સુપરસ્ટાર થલપથી વિજય(South superstar Thalapathi vijay) સ્ટારર આ ફિલ્મ પણ કમાણીના મામલામાં પાછળ છે. ફિલ્મ રિલીઝ થયાને ચાર દિવસ વીતી ગયા છે, પરંતુ આ 4 દિવસમાં પણ ફિલ્મના બિઝનેસ (Business)માં કોઈ ખાસ વધારો થયો નથી.

આટલું જ નહીં, ફિલ્મને વીકએન્ડનો ફાયદો પણ મળી શક્યો નથી. જેના કારણે હવે સાઉથ એક્ટર વિજય સ્ટારર ફિલ્મ KGF ચેપ્ટર 2 સામે ઘૂંટણિયે પડેલી જોવા મળે છે. અભિનેતા વિજયના સ્ટાર પાવરે પહેલા દિવસે ભીડને સિનેમા હોલ તરફ ખેંચી હશે, પરંતુ હવે ધીમે ધીમે આ ભીડ પણ ઓછી થઈ રહી છે.

શનિવારે પણ ફિલ્મ દર્શકોને સિનેમાઘરો સુધી લાવવામાં નિષ્ફળ રહી. પ્રારંભિક આંકડાઓ અનુસાર, ફિલ્મે શનિવારે સ્થાનિક બજારમાંથી લગભગ 10 થી 12 કરોડની કમાણી કરી હતી, જ્યારે ફિલ્મે વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર લગભગ 18 થી 20 કરોડનો બિઝનેસ કર્યો હતો. આ સાથે જ ફિલ્મે 155 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે.

સાઉથ એક્ટર થલપથી વિજયની ફિલ્મ બીસ્ટએ સ્થાનિક બજારમાં 3 દિવસમાં 70.55 કરોડનો બિઝનેસ કર્યો છે. ફિલ્મે AP/TG રાજ્યમાં કુલ 11.55 કરોડ, કર્ણાટકમાં 11.15 કરોડ, કેરળમાંથી 8.80 કરોડ અને વિદેશી બજારમાંથી 39 કરોડની કમાણી કરી છે. આ સાથે ફિલ્મે છેલ્લા 3 દિવસમાં કુલ 143.90 કરોડનો બિઝનેસ કર્યો છે.

આ ફિલ્મ સન પિક્ચર્સ દ્વારા નિર્મિત છે અને નેલ્સન દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. આ ફિલ્મ એક RAW એજન્ટ પર આધારિત છે, જેમાં દક્ષિણના અભિનેતા થલપથી વિજય મુખ્ય કલાકાર તરીકે જોવા મળે છે. RAW એજન્ટની ભૂમિકા ભજવતો અભિનેતા વિજય ફિલ્મમાં હાઇજેક થયેલા મોલને આતંકવાદીઓથી બચાવતો જોવા મળે છે. આ ફિલ્મ માટે અભિનેતાએ 100 કરોડ રૂપિયા લીધા છે. વિજય સાથે ફિલ્મમાં અભિનેત્રી પૂજા હેગડે જોવા મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *