શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબ અમીન પૂનાવાલા સાથે દિલ્હી પોલીસ મંગળવારે મહેરૌલીના જંગલમાં પહોંચી. તેના લિવ-ઈન પાર્ટનર આફતાબ પર 26 વર્ષની શ્રદ્ધાની હત્યાનો આરોપ છે. આફતાબે કબૂલાત કરી હતી કે હત્યા બાદ તેણે લાશના 35 ટુકડા કરી જંગલમાં ફેંકી દીધા હતા. પોલીસના સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, અત્યાર સુધી શરીરના 10 અંગો મળી આવ્યા છે, પરંતુ પોલીસે હજુ સુધી તેના પર કોઈ નિવેદન આપ્યું નથી. એક ચોંકાવનારી વાત સામે આવી છે કે, ‘આફતાબે હત્યા બાદ એક યુવતીને ફ્લેટમાં બોલાવી હતી. ત્યારે શ્રદ્ધાના શરીરના ભાગો ફ્લેટમાં જ હતા.’
આફતાબને શ્રદ્ધાના ટુકડા કરવાનો વિચાર લોકપ્રિય ક્રાઈમ થ્રીલર સીરીઝ ‘ડેક્રસ્ટર’ માંથી આવ્યો હતો. આફતાબ અને તે બીજી યુવતીની મુલાકાત ડેટિંગ એપ દ્વારા થઈ હતી. પોલીસ હવે આ ડેટિંગ એપ પરથી આફતાબની પ્રોફાઈલની માહિતી એકઠી કરી રહી છે. પોલીસ જણાવશે કે આફતાબ કઇ યુવતીને મળ્યો હતો અને તે યુવતી હત્યા પાછળનું કારણ છે કે નઈ.
મંગળવારે શોધખોળ દરમિયાન મળેલા શરીરના અંગો શ્રદ્ધા હોવાનું જણાય છે. ફોરેન્સિક તપાસ દ્વારા પણ તેની પુષ્ટિ થશે. ડીએનએ ટેસ્ટ પણ થશે. આફતાબે શ્રદ્ધાનો મોબાઈલ મુંબઈ કે તેની આસપાસ ફેંકી દીધો હતો. પોલીસ છેલ્લા લોકેશન દ્વારા તેની શોધખોળ કરી રહી છે. દિલ્હી પોલીસ આફતાબ સાથે બીજી વખત મહેરૌલીના જંગલમાં પહોંચી છે.
પોલીસે આફતાબ અને શ્રદ્ધાના કોમન ફ્રેન્ડ્સને પૂછપરછ માટે બોલાવ્યા છે. શ્રદ્ધાના પિતા વિકાસ વોકરે કહ્યું, “મને લાગે છે કે આ લવ જેહાદનો મામલો છે. શ્રદ્ધાના પિતાએ અપીલ કરી છે કે, આફતાબને ફાંસી ની સજા કરશો. શ્રદ્ધા તેના કાકાની નજીક હતી પરંતુ વધુ વાતચીત થઈ નથી હું ક્યારેય સંપર્કમાં નથી રહ્યો.”
શ્રદ્ધાની હત્યા બાદ આફતાબે ડેટિંગ એપ બમ્બલ દ્વારા જ બીજી યુવતીનો સંપર્ક કર્યો હતો. તેમજ એક યુવતીને ફ્લેટમાં બોલાવી હતી. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે બીજી યુવતી ઘરે આવી ત્યારે શ્રદ્ધાના શરીરના અંગો ફ્રીજમાં રાખવામાં આવ્યા હતા. આફતાબે તેને કબાટમાં સંતાડી દીધા. દિલ્હી પોલીસ હવે બમ્બલ પાસેથી માહિતી મેળવવાની તૈયારી કરી રહી છે. પોલીસ એ જાણવા માંગે છે કે શું છે આ યુવતીની હત્યા પાછળનું કારણ…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.