શ્રદ્ધાને ઘણું સમજાવી તો કહ્યું- ‘હું આજથી તમારી દીકરી નથી’ અને… સાંભળો દીકરીના મોતથી ભાંગી પડેલા પિતાએ શું કહ્યું

આજરોજ દિલ્હીમાં ધ્રુજાવી દેતી ઘટના સામે આવી હતી. જેમાં એક પ્રેમીએ પોતાની જ પ્રેમિકાની ક્રુરતા પૂર્વક હત્યા કરી હતી. શ્રદ્ધા નામની યુવતી એક મુસ્લિમ યુવક…

આજરોજ દિલ્હીમાં ધ્રુજાવી દેતી ઘટના સામે આવી હતી. જેમાં એક પ્રેમીએ પોતાની જ પ્રેમિકાની ક્રુરતા પૂર્વક હત્યા કરી હતી. શ્રદ્ધા નામની યુવતી એક મુસ્લિમ યુવક સાથે લિવ-ઇનમાં રહેતી હતી. પરંતુ તેના જ પ્રેમીએ તેની દર્દનાક હત્યા કરી હતી.

દીકરીના મૃત્યુ પર શ્રદ્ધાના પિતા વિકાસ મદન વોકરે જણાવતા કહ્યું કે, ‘દીકરી શ્રદ્ધા અને આફતાબના આ સંબંધોની અમને જાણ લગભગ 18 મહિના પછી થઈ હતી.’ વધુમાં શ્રદ્ધાના પિતાએ જણાવ્યું કે, ‘દીકરી શ્રદ્ધાએ વર્ષ 2019 માં તેની માતાને કહ્યું કે તે એક મુસ્લિમ યુવક સાથે લિવ-ઇનમાં રહે છે. શ્રદ્ધાની વાત સાંભળતા જ અમે તેનો વિરોધ પણ કર્યો હતો.’

શ્રદ્ધાના પિતાએ વધુમાં જણાવ્યું કે, ‘શ્રદ્ધાએ એમને કહ્યું હતું કે હું 25 વર્ષની થઈ ગઈ છું, હું મારા નિર્ણય જાતે જ લઈશ. અને મને મારા નિર્ણય લેવાનો સંપૂર્ણ અધિકાર છે. હું રાજી ખુશીથી આફતાબ સાથે લિવ-ઇનમાં રહેવા માંગુ છું. અને આજથી મને તમારી દીકરી માનતા નહીં.’ આટલું કહીને શ્રદ્ધા ઘર છોડી નીકળી ગઈ હતી, શ્રદ્ધાની મમ્મીએ તેને ખૂબ આજીજી કરી પણ પોતાના માતા પિતાનું એક પણ સાંભળ્યું નહોતું. અને પોતાનો પરિવાર છોડી મુસ્લિમ પ્રેમી સાથે લિવ-ઇનમાં રહેવા જતી રહી હતી.

પિતા વિકાસે કહ્યું, ‘શ્રદ્ધાના ઘર છોડી ગયા પછી તેના મિત્રોને ખબર પડી હતી કે શ્રદ્ધા અને તેનો પ્રેમી નવાગામમાં અને ત્યાર પછી મહારાષ્ટ્રમાં રહેવા ચાલ્યા ગયા છે. થોડા સમય પછી શ્રદ્ધા ઘણીવાર તેની માતાને ફોન કરીને કહેતી હતી કે, ‘મમ્મી આફતાબ તેને ખૂબ હેરાન કરે છે અને માર મારે છે.’ આ બધા વચ્ચે જ શ્રદ્ધાની મમ્મીનું નિધન થયું હતું.

મમ્મીના નિધન પછી શ્રદ્ધા તેના પપ્પાને ફોન કરીને આજ વાત કહેતી હતી. ત્યારે શ્રદ્ધાના પિતાએ કહ્યું હતું કે, ‘અફ્તાબ નું ઘર છોડીને ઘરે પાછી આવી જા.’ પરંતુ અફ્તાબ કોઈને કોઈ રીતે શ્રદ્ધાને મનાવી લેતો હતો. શ્રદ્ધાના પિતાએ તેને ઘણીવાર સમજાવી પરંતુ શ્રદ્ધા ફરીથી અફતાબ સાથે રહેવા લાગી હતી. આ દરમિયાન જ 14 સપ્ટેમ્બરે શ્રદ્ધાના ફ્રેન્ડ દ્વારા માહિતી મળી કે શ્રદ્ધાનો ફોન છેલ્લા બે મહિનાથી સ્વીચ ઓફ છે. ત્યારબાદ શ્રદ્ધાના પિતાએ લક્ષ્મણ સાથે વાત કરી પોલીસ સ્ટેશનમાં શ્રદ્ધા ગુમ થયાને ફરિયાદ નોંધાવી હતી, અને ત્યારબાદ આ સમગ્ર ઘટના સામે આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *