ગુજરાત(Gujarat): 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ(Congress)માંથી મણિનગર(Maninagar) વિધાનસભાની ચૂંટણી લડનારાં શ્વેતા બ્રહ્મભટ્ટે(Shweta Brahmbhatt) 18મીએ રાત્રે 9 વાગે રાજભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) સાથે મુલાકાત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના પિતા નરેન્દ્ર બ્રહ્મભટ્ટ સાથે મળનારાં શ્વેતા બ્રહ્મભટ્ટ આગામી સમયમાં ભાજપ(BJP)માં જોડાશે તેવી અટકળો તેજ બની ગઈ છે. આ મુદ્દે નરેન્દ્ર બ્રહ્મભટ્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે, તેઓ મોદીના ચાહક હોવાથી તેઓને મળ્યા હતા. ભાજપમાં જોડાવવાનો કોઈ પ્રશ્ન જ નથી ઉદ્ભવતો.
જણાવી દઈએ કે, વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. તો જોવામાં આવે તો કેટલાક નેતા કોંગ્રેસ અને આપમાં જોડાઈ રહ્યા છે, પણ મોટી સંખ્યામાં નેતાઓ કેસરિયો ધારણ કરી રહ્યા છે ત્યારે હવે વડાપ્રધાનની ત્રણ દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન પણ કેટલાક નેતાઓનું ભાજપમાં જોડાવાનું નક્કી થાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
અમદાવાદ મ્યુનિ.માં કોંગ્રેસનાં 2000થી 2005ના શાસનમાં હેલ્થ કમિટીના ચેરમેન રહેલાં નરેન્દ્ર બ્રહ્મભટ્ટએ પણ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. નરેન્દ્ર બ્રહ્મભટ્ટનાં પુત્રી શ્વેતા બ્રહ્મભટ્ટ વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ પાર્ટીમાંથી લડ્યાં હતાં. તેઓએ મણિનગર બેઠક પરથી ભાજપ ઉમેદવાર સુરેશ પટેલ સામે દાવેદારી નોંધાવી હતી અને ચૂંટણી હારી ગયાં હતાં. શ્વેતા હાયર એજ્યુકેશનમમાં સારો દેખાવ કર્યો હોવાથી કોંગ્રેસ દ્વારા તેમને સીધી ટિકિટ આપવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.