ભાવનગર-અમદાવાદ હાઈવે પર પુરપાટ ઝડપે આવતાં ટ્રકે 7 પદયાત્રીને કચડ્યા, રાજપરા જઈ રહેલાં સંઘમાંથી પિતા-પુત્ર સહિત 3નાં મોત

Bhavnagar-Ahmedabad Highway: રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતોના બનાવવામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે પહેલી સવારે ભાવનગર-અમદાવાદ હાઈવે પર ભયંકર અકસ્માત થયો છે. પૂરપાટ ઝડપે…

Bhavnagar-Ahmedabad Highway: રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતોના બનાવવામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે પહેલી સવારે ભાવનગર-અમદાવાદ હાઈવે પર ભયંકર અકસ્માત થયો છે. પૂરપાટ ઝડપે આવતા ટ્રકે પદયાત્રાળુના સંઘને હડફેટે લીધો હતો. જેમાં 3 પદયાત્રીના કમકમાટીભર્યા મોત થયા(Bhavnagar-Ahmedabad Highway) છે અને અન્ય 4 લોકોને ગંભીર ઇજા પહોંચતા ભાવનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા છે.

અજાણ્યા વાહને અકસ્માત સર્જતા 3 લોકોના મોત થયા
ભાવનગર અમદાવાદ હાઈવે ઉપર સનેસ ગામ નજીક અજાણ્યા વાહને અકસ્માત સર્જતા 3 લોકોના મોત થયા છે. જેમાં વાહન ચાલકે સાત યાત્રાળુઓને અડફેટે લેતા ત્રણના મોત થયા છે. તેમજ ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી છે. 40 યાત્રાળુઓનો સંઘ ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના વરસોલા ગામથી ભાવનગર રાજપરા ખોડીયાર મંદિર આવી રહ્યો હતો. એ સમયે વાહને અડફેટે લેતા ત્રણ યાત્રાળુઓના કમકમાટીભર્યા સ્થળ ઉપર મોત થયા હોવાનું સામે આવ્યું છે.

અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક વાહન લઈને ફરાર થયો
અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક વાહન લઈને ફરાર થયો છે. તેમજ ઇજાગ્રસ્ત યાત્રાળુઓને 108 દ્વારા ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં પિતા-પુત્ર અને અન્ય એક યાત્રાળુના મોત થયું છે.જેના કારણે તેના પરિવાર પર જાણે કે આભ ફાટી પડ્યું હોય તેવો આક્રન્દ છવાયો છે. આ ઘટનાથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. તેમજ પરિવારના સભ્યોમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.

મૃતદેહો ભાવનગરને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા
મહત્ત્વનું છે કે, અજાણ્યા વાહનચાલક 7 લોકોને કચડી ફરાર થઈ ગયો હતો. આ ઘટના અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ તો મૃતકોના મૃતદેહો ભાવનગરને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. મૃતકોના પરિવારનો સંપર્ક હાથ ધરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

મૃતકોનાં નામ
વિજય ધીરુભાઈ ગઢવી, ઉ.વ.28 રહેવાસી, વરસોલા મહેમદાવાદ, ખેડા,ધીરુભાઈ ગઢવી, ઉ.વ.50 રહેવાસી, વરસોલા મહેમદાવાદ, ખેડા,પ્રદીપભાઈ પેમાભાઈ ચૌહાણ, ઉ.વ. 30 રહેવાસી, વરસોલા મહેમદાવાદ, ખેડાનું મોત થયું છે.જયારે બાબુભાઈ ડાભી ઉ.વ.40, રહેવાસી, વરસોલા મહેમદાવાદ, ખેડા,બકાભાઇ પટેલ ઉ.વ.60 રહેવાસી, વરસોલા મહેમદાવાદ, ખેડા,ગુલાભાઈ રાઠોડ ઉ.વ.30, રહેવાસી, વરસોલા મહેમદાવાદ, ખેડા અને અન્ય એક અજાણ્યો વ્યક્તિ ઘાયલ થયો છે.