જયસિંહપુર(Jaisinghpur): ચોરી (theft)ની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. ત્યારે હવે તો ઘણી વાર ભગવાનની મૂર્તિઓ ચોરાવવાના કિસ્સાઓ પણ સામે આવતા જ રહે છે. આ કળયુગી માનવી ભગવાન (god)ને પણ બાકી રાખતો નથી. ત્યાર હાલ આવીઓ જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં હનુમાન મંદિરમાં સ્થાપિત હનુમાનજીની મૂર્તિમાંથી ચાંદીની આંખો ગાયબ થઈ ગઈ છે. લોકો માને છે કે કોઈ તોફાની તત્વ દ્વારા આંખો ચોરાઈ ગઈ છે.
મળતી માહિતી અનુસાર, જયસિંહપુર બસ સ્ટેન્ડ ખાતે હનુમાન મંદિરમાં સ્થાપિત હનુમાનજીની મૂર્તિમાંથી ચાંદીની આંખો ગાયબ થઈ ગઈ છે. જેને લઈને લોકોનું માનવું છે કે, આ કોઈ તોફાની તત્વ દ્વારા આંખો ચોરાઈ ગઈ છે. બુધવારે સાંજે મંદિર પાસેના દુકાનદાર સોનુ વાલિયા મંદિરમાં માથું નમાવવા ગયા ત્યારે તેમણે જોયું કે, મૂર્તિની આંખો ચમકતી ન હતી. ગુરુવારે, જ્યારે તેણે અન્ય દુકાનદારો સાથે આ વાત શેર કરી, ત્યારે નજીકના દુકાનદારોએ જોયું કે મૂર્તિમાંથી ચાંદીની આંખો ગાયબ હતી.
જો કે આ કેસમાં કોઈ પોલીસ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો નથી. જેસિંગપુરમાં સુવર્ણકારની દુકાન ચલાવતા પ્રદીપ મહાજને મૂર્તિ પર નવી આંખો નાખી છે. વેપારી મંડળના પ્રમુખ અભિષેક સૂદે જણાવ્યું હતું કે મૂર્તિની આંખો ચોરાઈ ગઈ હતી કારણ કે જો તે જાતે પડી હોત તો તે મંદિરની અંદર જ હોત. તેમણે કહ્યું કે આ મામલો ગંભીર છે અને આવી બાબતોનો કેવી રીતે નિકાલ કરવો તે અંગે સમિતિ સાથે બેઠક યોજવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.