મંગળવારના રોજ સોની બજારમાં સોનાની કિંમતમાં જોવા મળ્યો વધારો. એચડીએફસી સિક્યોરિટીઝ અનુસાર રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મંગળવારે સોનાના ભાવમાં 55 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો નોંધાયો હતો. આ વધારા બાદ સોનાની કિંમત દિલ્હીમાં 50,735 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. સિક્યોરિટીઝ અનુસાર મજબૂત વૈશ્વિક વલણને કારણે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ઉપરાંત ગયા સત્રમાં સોમવારે સોનું 50,680 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર બંધ થયું હતું.
ફક્ત સોનું નહિ પરંતુ ચાંદીની હાજર કિંમતોમાં પણ મંગળવારે વધારો નોંધાયો હતો. ચાંદીની કિંમત વધારા સાથે મંગળવારે 170 રૂપિયા પ્રતિ કિલોના 61780 રૂપિયા પર પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે ગયા સત્રમાં સોમવારે ચાંદી 61,610 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. એચડીએફસી સિક્યોરિટીઝ મુજબ દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવમાં વૈશ્વિક વલણને કારણે મંગળવારે 55 રૂપિયાનો વધારો થયો છે.
વૈશ્વિક સ્તર પર સોનું…
આંતરરાષ્ટ્રીય બજારની વાત કરતા જાણવા મળ્યું કે, બ્લૂમબર્ગ મુજબ મંગળવારે સાંજે કોમેક્સ પર ડિસેમ્બરના વાયદાનું સોનું 0.48 ટકા કે 9 ડોલરના વધારા સાથે 1901.50 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેન્ડ કરતું જોવા મળ્યું હતું. તો આ સમયે સોનાનો વૈશ્વિક હાજર ભાવ 0.28 ટકા એટલે કે 5.26 ડોલરના વધારા સાથે 1900.74 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેન્ડ કરતો જોવા મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle