આ બંને બહેનો પોતાના અપંગ પિતાની સારવાર અને ભાઈને ભણાવવા વેચી રહી છે સમોસા- જાણો હૃદયસ્પર્શી વાત

બાળકોને ભણાવવા મજુરી કામ કરતા પિતા ની વાત તો તમે સાંભળી હશે. પરંતુ સુરતની એક અનોખી અને હિંમતભરી સિમરન અને ચંચલ નામની બહેનોની સાચી ઘટના સામે આવી છે. જેઓ પોતાના અપંગ પિતા કે જેઓ બેસી પણ નથી શકતા તેમની અને પોતાના નાના ભાઈનીજવાબદારી ઉઠાવી રહી છે.

સિમરન અને ચંચલની ઉંમર અનુક્રમે ૧૯ અને ૧૭ વર્ષની છે. જેના પિતા ને એપેન્ડીક્સ થતા ઓપરેશન કરાવેલ પરંતુ કોઈ કારણોસર અપંગ થઇ ગયા. અને બેસી પણ નથી શકતા, પથારીવશ થઈ ગયા છે, ઘરમાં માબાપ , આ બે બહેનો અને ૮ માં ધોરણમાં ભણતો નાનો ભાઈ છે.

છેલ્લા બે વર્ષ થી, જ્યારથી પપ્પાને એપેન્ડીક્ષનુ ઓપરેશન કરાવ્યુ, કોઈક કારણોસર પપ્પા અપંગ થઈ ગયા ત્યારથી મમ્મી સવારે અને બપોરે , એમ બે ટાઇમ લીમીટેડ-૫૦/૫૦ પીસ સમોસા અને કચોરી બનાવી આપી જાય છે, બંને બહેનો બોમ્બે માર્કેટ બહાર બેસી વેચે છે, એમાંથી જે કમાણી થાય એમાંથી ગુજરાન ચાલે છે. બંને બહેનોને અભ્યાસ કરવો શક્ય નથી. આર્થિક રીતે તેમજ જવાબદારી નિર્વાહને કારણે, એટલે ઉંમર કરતા નાની દેખાતી, શરીરથી દુર્બળ પણ માનસિક રીતે સબળ એવી આ બંને બહેનો એ અભ્યાસ અધૂરો છોડી દીધો છે.

પોતાના નાના ભાઈને ડોકટર બનાવવાની ઈચ્છા રાખતી બંને બહેનો સમોસા કચોરી વેચતી વખતે, ગરમાગરમ છે, ઘરે બનાવેલ છે કહે છે અને વધુ ગ્રાહકો મેળવે છે. પરંતુ રોજના ૨૦૦ સમોચા કચોરી થી ક્યા તેમનો ભાઈ ભણશે અને પરિવારનું પેટીયું પુરાશે.

આ બંને બહેનોને મગજમાં એક જ ખ્યાલ હશે કે પોતે નાં ભણી શકી તો કાંઈ નહી, અમારો ભઈલું (ભાઈ) ભણશે અને ડોક્ટર બનશે!!! ( કદાચ એવી બાળમગજની આશા હશે કે ભાઈ ડોક્ટર બની અપંગ પપ્પાને સારા કરી દેશે?)

સરનામું- સવારે ૧૦ થી રાત્રે ૯ બોમ્બે માર્કેટ ઉમરવાડા સુરત

અભ્યાસ— અધૂરો….

આ તો કાલે દેખાઈ નજર સામે આ જીવનકથની તો લખાયું , બાકી આવી તો કેટલીય સિમરન અને ચંચલ પોતાના બાળપણ યૌવન અભ્યાસનો આમ ભોગ આપી ચૂપચાપ પિતાની જવાબદારીઓ ઉઠાવતી હશે અને કહેવાય- પુત્ત્ નામના નર્કમાંથી ઉગારનાર એટલે પુત્ર!! તો જીંદગીને જીવતુજ્ગતુ નર્ક બનવાથી ઉગારનાર આ બે બહેનો ને સવાયા પુત્ર કહી શકાય??

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *