છત્તીસગઢ: હાલમાં અકસ્માતની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે અકસ્માત દરમિયાન લાખો લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે કોઈ બીજાની બેદરકારીથી માસુમ લોકો આનો ભોગ બને છે. આં દરમિયાન ફરીવાર એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક ઇકો કાર અનીયંત્રીત થઇને રસ્તાની બાજુમાં એક ઝાડ સાથે ટકરાઈ ગઈ હતી.
આ અકસ્માતમાં પાંચ મહિલાઓના મોત નીપજ્યા હતા. આ બનાવમાં એક જ પરિવારની પાંચ મહિલાઓના મૃત્યુ થઇ ગયા હતા અને બીજા છ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. આ બનાવ બાદ ઘાયલોને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ અકસ્માતનો બનાવ ગરિયાબંદના માલગાઓની નજીક બન્યો હતો.
જાણવા મળ્યું છે કે, ઇકો કારમા દસથી પણ વધારે લોકો બેસ્યા હતા અને આ બધા એક જ પરિવારના હતા. આ પરિવાર તેમના કોઈ સગા-સબંધીના અંતિમ સંસ્કારમાં ગયા હતા અને ત્યાં અંતિમ સંસ્કારની વિધિ પતાવીને તેમના ઘરે પરત આવી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ઇકો કાર બેકાબુ થઇ ગઈ હતી અને રોડની બાજુના ઝાડ સાથે ટકરાઈ ગઈ હતી અને આ અકસ્માત સર્જાયો હતો.
આ ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ પણ ઘટના સ્થળ પણ આવી ગઈ હતી અને જે લોકો ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.