ગુજરાત(Gujarat): રાજ્યમાં ખાદ્યતેલ(edible oil)ના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે ફરી સિંગતેલના ભાવમાં વધારો(Increase in crude oil prices) ઝીંકવામાં આવ્યો છે. એક સાથે 50 રૂપિયાના ભાવવધારા સાથે સિંગતેલના ડબ્બાનો ભાવ 2820 રૂપિયા પર પહોંચી ગયો છે. જ્યારે અન્ય તેલોના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જો વાત કરવામાં આવે તો એકબાજુ લગ્નની સિઝન ચાલી રહી છે એવામાં સિંગતેલમાં ભાવવધારો સામાન્ય જનતા માટે ખિસ્સા ખાલી કરવાનો સમય આવી ગયો છે. સિંગતેલમાં વધારો થતાં મોંઘવારી(inflation)માં પીસાઈ રહેલી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. વાત કરવામાં આવે તો રાજ્યમાં 43 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું હોવા છતાં સિંગતેલના ભાવમાં સતત વધારો ઝીંકવામાં આવી રહ્યો છે.
મહત્વનું છે કે, તો બીજી બાજુ અન્ય તેલના ભાવમાં કોઈ વધારો ઝીંકવામાં આવ્યો નથી. કપાસિયા તેલના ડબ્બાના ભાવ 2000 રૂપિયા થી નીચે છે. રાજ્યમાં કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 1940 રૂપિયા છે. સિંગતેલના ભાવમાં એક જ દિવસમાં 50 રૂપિયા નો વધારો થતાં સૌરાષ્ટ્રમાં ડબ્બાનો ભાવ 2770 રૂપિયા થી વધીને 2820 રૂપિયા પર પહોંચી ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તેલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. આ કારણે લોકોના ખિસ્સા પર તેની મોટી અસર પડી રહી છે. આમ છતાં આ ભાવને કાબૂમાં રાખવા માટે પુરવઠા તંત્ર પાસે કોઇ જ રસ્તો નથી અને માત્ર પ્રાઈઝ મોનિટરિંગ સિસ્ટમ પર નજર રાખી હોવાનું ગાણુ અધિકારીઓ દ્વારા ગવાઈ રહ્યું છે. કોઇ નક્કર પગલા લેવામા ન આવતા સંગ્રહખોરો ખેડૂત હોય કે ઓઇલમીલરો કોઇનું ચેકિંગ થતું નથી કે કોઇ ચોક્કસ ભાવબાંઘણું થતું નથી જેથી મોંઘવારીના માર પ્રજાએ સહન કરવા પડે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખાદ્યતેલ મોંઘા થવા સાથે બજારૂ ફરસાણ, ખાદ્યચીજોમાં ભેળસેળ કે વાસી દાઝ્યુ તેલ વાપરવાનું જોખમ પણ વધવા લાગ્યું છે. ખાદ્યતેલોમાં થઇ રહેલા આસમાની ભાવવધારાના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.