મશહુર સિંગર હની સિંહ ફસાયો મુશ્કેલીમાં, પત્નીએ એ દાખલ કર્યો તેના પર કેસ- કારણ જાણીને ચોંકી ઉઠશો

બોલિવૂડ સિંગર અનેની પત્ની શાલિની તલવારે કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. ખરેખર તેણે ‘ઘરેલુ હિંસાથી મહિલાઓનું રક્ષણ’ કાયદા હેઠળ હની સિંહ વિરુધ તેમની પત્નીએ અરજી કરી છે. આ અંગે દિલ્હીની તીસ હજારી કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.

આ અરજી તીસ હજારી કોર્ટ મેજિસ્ટ્રેટ તાનિયા સિંહ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. શાલિની તલવાર વતી એડવોકેટ સંદીપ કપૂર, અપૂર્વ પાંડે અને જીજી કશ્યપે મેજિસ્ટ્રેટ સમક્ષ અરજી કરી છે. કોર્ટે હની સિંહ વિરુદ્ધ નોટિસ જારી કરી છે, જેમાં તેણે સિંગરને 28 ઓગસ્ટ પહેલા જવાબ દાખલ કરવા માટે લખ્યું છે. હની સિંહ પર બંનેની સંયુક્ત મિલકત ન વેચવા અને સ્ત્રીધન સાથે છેડછાડ ન કરવા બદલ પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શાલિની તલવારની તરફેણમાં આદેશ પસાર કરવામાં આવ્યો છે.

હની સિંહની પત્નીએ હની સિંહ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. શાલિનીએ તેના માતાપિતા અને બહેન સહિત હની સિંહ પર શારીરિક હિંસા, જાતીય હિંસા, માનસિક સતામણી અને આર્થિક હિંસાનો આરોપ લગાવ્યો છે. શાલિનીએ અદાલતને જણાવ્યું હતું કે તેનું સ્ત્રીધન તેને પાછું આપવું જોઈએ અને જે મિલકત તેના અને હની સિંહના નામે છે તેને વેચવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવે.

તમને જણાવી દઈએ કે હની સિંહ અને શાલિની તલવારે 20 વર્ષની મિત્રતા અને પ્રેમ બાદ વર્ષ 2011 માં લગ્ન કર્યા હતા. શીખ રીતિ -રિવાજ મુજબ બંનેના લગ્ન દિલ્હીના ફાર્મહાઉસમાં થયા હતા. જોકે બહારના લોકોને આ લગ્ન વિશે કોઈ સમાચાર નહોતા. વચ્ચે હની સિંહનું નામ ‘ફિયર ફેક્ટર – ખતરોં કે ખિલાડી 5’ સ્પર્ધક ડાયના ઉપ્પલ સાથે પણ જોડાયેલું હતું. પરંતુ હની અને શાલિની વચ્ચેનો સંબંધ બદલાયો નહીં. આ પછી બંનેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી અને હનીના ડાયના સાથેના સંબંધોનો અંત આવી ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *