બોલિવૂડના ખ્યાતનામ સિંગર સોનુ નિગમ પર હુમલો- જુઓ વિડીયો

Attack on Sonu nigam: ગઈકાલે રાત્રે મુંબઈ(Mumbai)માં બોલિવૂડના ખ્યાતનામ સિંગર સોનુ નિગમ પર એક ઈવેન્ટ દરમિયાન હુમલો(event attack) થયો હતો. જે શખ્સે સોનૂ નિગમ પર…

Attack on Sonu nigam: ગઈકાલે રાત્રે મુંબઈ(Mumbai)માં બોલિવૂડના ખ્યાતનામ સિંગર સોનુ નિગમ પર એક ઈવેન્ટ દરમિયાન હુમલો(event attack) થયો હતો. જે શખ્સે સોનૂ નિગમ પર હુમલો કરવામાં આવ્યો હતો, તે કોઈ અન્ય નહીં પણ ઉદ્ધવ ઠાકરે જૂથના ધારાસભ્યનો દીકરો હતો. ધારાસભ્યો પ્રકાશ ફટેરપેકર દ્વારા ચેમ્બૂર વિસ્તારમાં ફેસ્ટીવલમાં ફિનાલેમાં એક ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં સોનુ નિગમ ગીત ગાઈ રહ્યો હતો. આરોપ એવા લાગ્યા છે કે, ધારાસભ્ય પ્રકાશ ફટેરપેકરની દીકરાએ જ તેની સાથે ઝપાઝપી કરી હતી.

સોનુ નિગમે આ ઘટના પર પ્રતિક્રિયા આપી:
મુંબઈના ચેમ્બુરમાં લાઈવ પરફોર્મન્સ બાદ સોનુ નિગમ બહાર આવતાની સાથે જ સીડી પરથી નીચે ઉતરતી વખતે આ ઘટના બની હતી. આ સમગ્ર મામલે સોનુ નિગમની પ્રતિક્રિયા પણ આવી છે. મીડિયા સાથે વાત કરતા સોનુએ કહ્યું કે કોઈ ઝપાઝપી થઈ નથી. તેણે કહ્યું કે મેં ફરિયાદ નોંધાવી છે કારણ કે લોકોએ થોડું વિચારવું જોઈએ કે જ્યારે તમે કોઈને બળજબરીથી ફોટો-સેલ્ફી માટે આવો ત્યારે ધક્કા મુક્કી થાય છે.

સોનુએ કહ્યું કે મને સેલ્ફી માટે કહેવામાં આવ્યું હતું. ના પાડવા પર સામેની વ્યક્તિએ મને પકડી લીધો. બાદમાં ખબર પડી કે તે ધારાસભ્ય પ્રકાશ ફાટેરપેકરનો પુત્ર સ્વપ્નિલ ફાટેરપેકર છે. મને બચાવવા મારા ખાસ મિત્ર હરિ પ્રસાદ વચ્ચે આવ્યો. પછી તેણે હરિને ધક્કો માર્યો, ત્યારબાદ તેણે મને ધક્કો માર્યો. આ કારણે હું નીચે પડી ગયો. જ્યારે રબ્બાની મને બચાવવા આવ્યો ત્યારે તેને પણ ધક્કો મારવામાં આવ્યો હતો.

શું છે સમગ્ર મામલો?
સોનુ નિગમ 20 ફેબ્રુઆરીના રોજ ધારાસભ્ય પ્રકાશ ફાટેરપેકર દ્વારા આયોજિત ચેમ્બુર ફેસ્ટિવલના ફિનાલેમાં પરફોર્મ કરી રહ્યો હતો. આ દરમિયાન ધારાસભ્યના પુત્ર સ્વપ્નિલ ફાટેરપેકરે સોનુના મેનેજર સાયરા સાથે ગેરવર્તણૂક શરૂ કરી હતી અને તેમને સ્ટેજ છોડી જવા કહ્યું હતું. જ્યારે સોનુ પરફોર્મ કરીને સ્ટેજ પરથી નીચે આવી રહ્યો હતો ત્યારે ધારાસભ્યના પુત્રએ સેલ્ફી માંગી હતી. આ માટે સોનુએ ના પાડી. ગુસ્સામાં સ્વપનીલ ફાટેરપેકરે પહેલા સોનુ નિગમના બોડીગાર્ડ હરીને ધક્કો માર્યો અને પછી સોનુને ધક્કો માર્યો.

આ કાર્યક્રમમાં સોનુ નિગમના ઉસ્તાદના પુત્ર રબ્બાની ખાન પણ હાજર રહ્યા હતા. આ ધક્કામાં તે સ્ટેજ પરથી નીચે પડી ગયો. જેના કારણે તેને ઘણી ઈજા થઈ હતી.તેમને તાત્કાલિક ચેમ્બુરની ઝેન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. રાહતની વાત એ છે કે સોનુ નિગમને કોઈ ઈજા થઈ નથી. તેઓ સુરક્ષિત છે.

આ કેસ ચેમ્બુર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. મુંબઈ પોલીસના ડીસીપી હેમરાજ રાજપૂતે જણાવ્યું હતું કે સોનુ નિગમની ફરિયાદને પગલે સ્વપ્નિલ ફાટેરપેકર વિરુદ્ધ આઈપીસીની કલમ 341, 337, 323 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *