ભાઈ-બહેનનો પ્રેમ તો નિ:સ્વાર્થ હોય છે તેમજ સોશિયલ પર અવારનવાર એવી કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે કે, જેમાં ભાઈ-બહેનનાં અતુટ પ્રેમનું વર્ણન થતું હોય છે. સફળતાનો માર્ગ અનેકવિધ પડકારોના પગેરા ઉપર ઉઘાડા પગે ચાલ્યા બાદ મળતો હોય છે.
પગમાં કેટલાંક કાંટા વાગે છે પણ જ્યારે લક્ષ્ય નિર્ધારિત થાય ત્યારે આપણા લોહીના નિશાન કેટલાંક લોકોને માર્ગ બતાવવા માટે કામમાં આવતાં હોય છે. મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના જોશી સંઘવી ગામની રહેવાસી વસિમા શેખની કહાની પણ કંઈક આવી જ છે.
અનેકવિધ સમસ્યાઓનો સામનો કર્યા બાદ તેણે મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષામાં મહિલા ટોપર્સની યાદીમાં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. તે જણાવતાં કહે છે કે,‘મારી માતાને હવે ધોમધખતા તડકામાં બીજા લોકોના ખેતરોમાં કામ કરવું નહીં પડે. કારણ કે, હું ડેપ્યુટી કલેક્ટર બની ગઈ છું.’
વસીમા શેખના જણાવ્યા પ્રમાણે. એકસાથે 8 લોકોના પરિવારમાં કમાણી કરનાર ફક્ત 2 જ વ્યક્તિ છે. વસીમાની માતા બીજાના ખેતરોમાં કામ કરે છે, જ્યારે મોટો ભાઈ ઓટો રિક્ષા ચલાવી રહ્યો છે. પિતા માનસિક રીતે બીમાર રહેતાં હોવાંથી ઘરમાં આર્થિક તંગી રહેતી હતી.
આની સાથે જ સંબંધીઓની ટૂંકી વિચારસરણીએ સમસ્યાઓમાં વધારો કર્યો હતો. તેમનું માનવું છે કે, એક છોકરીને ભણાવવું નકામું છે. કારણ કે, તે એક દિવસ તો લગ્ન કરીને પોતાના ઘરે ચાલી જશે. વસીમાનું આખું ગામ દારૂનું વ્યસની, બાળલગ્ન, નિરક્ષરતા તથા ઘરેલું હિંસા જેવી દુષ્ટતાથી ભરપુર છે.
આ તમામ પડકારોની વચ્ચે તથા સંસાધનોનો હોવાં અભાવ છતાં પણ તેમણે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. વસિમાએ તેની આ સફળતાનો સંપૂર્ણ શ્રેય તેની માતાને આપ્યો હતો. તેની માતા અભ્યાસ કરી શકી ન હતી પણ તે પોતાની દીકરીને આગળ ભણાવવા માંગતી હતી.
વસીમાએ પણ શિક્ષણનું મહત્વ સમજ્યું હતું. તેણીએ તેના તાલુકાના SSC બોર્ડમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું તેમજ વર્ષ 2015 માં યશવંતરાવ ચવ્હાણ મહારાષ્ટ્ર ઓપન યુનિવર્સિટીમાંથી આર્ટ્સમાં સ્નાતકની ડીગ્રી પ્રાપ્ત કરી હતી. જો કે, આગળનો માર્ગ વધારે મુશ્કેલ હતો.
લોકોએ વસીમાને જણાવતાં કહ્યું હતું કે, તેને સારી તૈયાર થવા માટે કોચિંગમાં જોડાવું પડશે, અભ્યાસની સામગ્રી માટે કેટલાંક પૈસા પણ ચૂકવવા પડશે. કદાચ આ બધા માટે તેને તેના ઘરથી ખુબ દૂર સુધી પણ જવું પડશે. આવા સમયમાં વસીમાનો મોટો ભાઈ ઇમરાન આગળ આવ્યો તેમજ તેણે BSCના બીજા વર્ષમાં જ પોતાનો અભ્યાસ છોડીને ઓટો રિક્ષા ચલાવવાનું શરુ કર્યું હતું કે, જેથી તેની નાની બહેન આગળ અભ્યાસ કરી શકે.
વસીમાએ 6 માસના કોચિંગ બાદ સ્વ-અધ્યયનની શરૂઆત કરી હતી. તેની સ્ટ્રેટજી ખુબ સામાન્ય હતી કે, મેંસમાં જતા પહેલા જ બધું અભ્યાસ કરી લે પછી અંતમાં માત્ર રીવીઝન જ બાકી રહે. તેની આ મહેનત કામ કરી ગઈ તેમજ મેંસ ક્લીયર થઈ ગઈ.
ઇન્ટરવ્યૂમાં તે બે નંબર માટે બહાર નીકળી ગઈ હતી. જો કે, વસીમા નાગપુરના વેચાણ વેરા વિભાગમાં ક્લાસ ટુ અધિકારી તરીકે પસંદગી થઇ હતી. તેણે નોકરી જોઈન્ટ કરીને તેના ભાઈને ગ્રેજ્યુએશન પૂર્ણ કરવાનું કહ્યું હતું. તે સમયે પણ સિવિલ સર્વિસની તૈયારી કરતી રહી હતી તેમજ આ વખતે તેણે સફળતા પ્રાપ્ત કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle