બહેને જ લીધો લાડકા ભાઈનો જીવ: કારણ જાણીને હચમચી ઉઠશે દેશ

Sister killed brother in Haryana: હરિયાણા (Haryana) ના ફરીદાબાદ (Faridabad) ના બલ્લભગઢ (Ballabhgarh) માં એક ભયાનક ઘટના સામે આવી છે. અહીં એક 13-14 વર્ષની સગીર છોકરીએ તેના 12 વર્ષના ભાઈનું ગળું દબાવીને હત્યા કરી દીધી છે. બંને ભાઈ-બહેન તેમના માતા-પિતા સાથે કોળી વાડામાં ભાડાના મકાનમાં રહેતા હતા. મળેલી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકનું નામ ઓમજી છે. ઓમજીનો એક જ વાંક હતો કે તેણે મોબાઈલ ફોન તેની બહેનને ગેમ રમવા માટે આપ્યો ન હતો.

પલંગ પર મૃત હાલતમાં મળ્યો
ઓમજીનો પરિવાર મૂળ યુપીના ઔરૈયાનો છે, મૃતક ઓમજીની માતા બેબી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, તે અને તેનો પતિ બંને નોકરી પર ગયા હતા. સાંજે તે કામ પરથી પરત આવી ત્યારે તેનો પુત્ર ઓમજી પલંગ પર સૂતો હતો, તેઓએ વિચાર્યું કે તે સૂઈ રહ્યો છે. ત્યાર બાદ ઘણો સમય થયો હોવા છતાય જયારે ઓમજી ન જાગ્યો ત્યરે તેની માતા તેની પાસે ગઈ અને જગાડવાનો પ્રયાસ કર્યો તો તે જાગ્યો ન હતો. તે દરમિયાન તેણે જોયું કે બાળકના ગળા પર નિશાન હતા અને ત્યારે જાણ થઇ કે તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે.

દીકરીએ કહ્યું- ટેરેસ પર ગઈ
માતા બેબીએ વધુ વાત કરતા જણાવ્યું કે તેની મોટી પુત્રી જે 13-14 વર્ષની છે, તે તેના ભાઈ સાથે ઘરે હતી. દીકરીને પૂછતાં તેણે કહ્યું કે મેં અહીં કોઈને આવતા-જતાં જોયા નથી. થોડીવાર માટે હું ટેરેસ પર ગય હતી. હાલમાં બેબીએ આ હત્યામાં કોઈ પર શંકા વ્યક્ત કરી નથી. માતાએ વધુમાં જણાવ્યું કે તેને કોઈની સાથે દુશ્મની નથી. તેમના બાળકો 15 દિવસ પહેલા જ તેમના દાદા-દાદીના ઘરેથી શાળાની રજાઓમાં મળવા આવ્યા હતા.

પોલીસ તપાસમાં થયો ખુલાસો
જ્યારે પોલીસે બાળકની હત્યાની તપાસ કરી તો જાણવા મળ્યું કે ઘટના સમયે ઘરમાં માત્ર તેની બહેન જ હતી. પોલીસને ત્યાં કોઈ બહારના વ્યક્તિ આવવાના પુરાવા મળ્યા ન હતા. આ પછી જ્યારે યુવતીને તેના પરિવારજનોની સામે પૂછપરછ કરવામાં આવી તો તે ભાંગી પડી, તેણે જણાવ્યું કે મંગળવારે તેનો ભાઈ મોબાઈલ ફોન પર ગેમ રમી રહ્યો હતો, તેણે ફોન માંગ્યો તો ભાઈએ આપવાનો ઈન્કાર કરી દીધો. આનાથી ગુસ્સે થઈને તેણે તેનું ગળું દબાવી દીધું.

હત્યાની FIR દાખલ
બલ્લભગઢમાં અગ્રસેન પોલીસ ચોકીના ઈન્ચાર્જ અને હરિયાણા પોલીસના સબ ઈન્સ્પેક્ટર પ્રદીપ મોરે જણાવ્યું કે બાળકની હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોર્ચરીમાં રાખવામાં આવ્યો છે. આ હત્યા તેની બહેને કરી હતી અને તે સગીર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *