અયોધ્યા(Ayodhya) નગરીમાં પોતાની બહેનને એક યુવક સાથે બાઇક પર બેઠેલી જોઈને તેનો ભાઈ ગુસ્સે થઈ ગયો હતો. તેણે તેના મિત્ર સાથે મળીને બંનેને પાઠ ભણાવવાના આશયથી બહેન અને બાઇક સવાર યુવક પર લોડિંગ વાહન ચડાવી દીધું હતું. ભારે વાહનના ટક્કરથી બાઇક પર બેઠેલા યુવક અને યુવતી રોડ પર પટકાયા હતા. બંનેને ગંભીર ઈજા થઈ હતી. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા(Social media)માં વાયરલ(Viral video) થઇ રહ્યો છે. ત્યાર બાદમાં ભાઈ-બહેનના મિત્ર સાથે ખૂબ ઝઘડો થયો હતો. પીડિત યુવકની ફરિયાદના આધારે પોલીસે યુવતીના ભાઈ અને તેના સાથી વિરુદ્ધ FIR નોંધી છે. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ગંભીર રીતે ઘાયલ થવાને કારણે યુવક અને યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
View this post on Instagram
અયોધ્યા નગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ નિલેશ અવસ્થીના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં રહેતા 22 વર્ષીય યુવકે ફરિયાદ નોંધાવી છે. તે ખાનગી કામ કરે છે. યુવતી તેની બાજુના ઘરમાં તેના પરિવાર સાથે રહે છે. યુવકે તેની સાથે વાતચીત કરી હતી અને યુવતી અન્ય ધર્મની હોવા છતાં યુવકને પ્રેમ કરે છે. બંને સોમવારે બહાર જવાનું કહી પોતપોતાના ઘરેથી નીકળી ગયા હતા. બંને એક જગ્યાએ મળ્યા હતા અને બાઇક પર ફરવા જતા હતા.
રસ્તામાં યુવતીના ભાઈએ તેની બહેનને તેના પાડોશી યુવક સાથે બાઇક પર જોઈ હતી. ઘટના સમયે તે પોતાનું લોડિંગ વાહન ચલાવી રહ્યો હતો. પાડોશી યુવક સાથે બાઇક પર બહેનને જોઇને તે ગુસ્સામાં આવી ગયો હતો અને તેણે મીનલના ગેટ નંબર 2 પાસે પાછળથી બાઈકને ટક્કર મારી હતી. જેના કારણે બાઇક પર સવાર બંને પ્રેમી યુગલ લગભગ સો મીટર સુધી ઢસડાઈ ગયા હતા.
આ અકસ્માતમાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટના બાદ ત્યાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ગુસ્સે ભરાયેલી યુવતીના ભાઈએ તેની અને તેના સાથી યુવક સાથે પણ મારપીટ કરી હતી. બાદમાં યુવક અયોધ્યા નગર પોલીસ સ્ટેશન પહોંચ્યો અને સમગ્ર મામલાની લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. આ અંગે પોલીસે એફઆઈઆર નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.