ગુજરાતમાં પહેલીવાર યોજાશે ‘સ્વયંવર’ – એકસાથે 200 પાટીદાર દીકરીઓ કરશે જીવનસાથીની પસંદગી

પાટીદાર સમાજને ખુબજ મોટો અને સમૃદ્ધ સમાજ માનવામાં આવે છે. કડવા અને લેઉવા એમ બે ભાગમાં પાટીદાર સમાજ વહેચાયેલો છે. ત્યારે ભારત દેશમાં આવેલા ગુજરાત (Gujarat) રાજ્યમાં પહેલીવાર લેઉવા અને લડવા પાટીદાર સમાજ દ્વારા એક ખુબજ આયોજન કરવામાં આવ્યું છે, આ આયોજન છે લગ્નનું. આ લગ્નમાં દરેક કન્યાઓને પોતાના જીવનસાથીની પસંદગી માટે અવસર મળે અને દરેક કન્યા પોતાની પસંદગીથી જીવનસાથી પસંદગી કરી શકે તે આશયથી આ આયોજન કલરવમાં આવ્યું છે. આ આયોજનને સીતા સ્વયંવર નામ આપવામાં આવ્યું છે. આ સીતા સ્વંયવરમાં એક સાથે 200 પાટીદાર કન્યાઓ પોતાના જીવનસાથીની પસંદગી કરશે, આ પ્રકારના સ્વંયવરનું આયોજન ગુજરાતમાં પહેલીવાર પાટીદાર સમાજ દ્વારા કરાયું છે.

અખિલ ભારતીય કુર્મી પાટીદાર મહાસભા દ્વારા વિસનગરમાં 15 અને 16 એપ્રિલે આ સીતા સ્વયંવર નું આયોજન કરવામાં આવ્યું છે. આ સીતા સ્વયંવરમાં 200 કડવા અને લેઉવા પાટીદાર કન્યા 500 મુરતિયામાંથી પોતાના માટે મૂરતિયો પસંદ કરશે. 18મી વિસનગરમાં જ લગ્ન સીતા સમારંભ યોજાશે, ગુજરાતમાં પ્રથમ વખત પાટીદાર સમાજ દ્વારા આવું આયોજન કરવામાં અવાયું છે.

આ કાર્યક્રમમાં 22 રાજ્યોમાંથી 4000 પ્રતિનિધિ હાજરીઆપશે અને સાથે સાથે રાષ્ટ્રીય મહાઅધિવેશન અને કુર્મી બિઝનેસ સમિટ પણ યોજાશે,18મી એ લગ્ન સમારંભ પણ સાંકળચંદ યૂનિ. કેમ્પસમાં યોજાશે. વિસનગર અને આસ-પાસના પાટીદારોના ઘરોમાં તમામ લોકોના રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 40 લક્ઝરી બસો  માત્ર મધ્યપ્રદેશથી જ આવવાની છે. કુર્મી પાટીદાર મહાસભાનો ગુજરાતમાં પહેલો અને દેશમાં બીજો સીતા સ્વંયર છે. 4000થી વધુ સ્વંયસેવકો ને આયોજનની જવાબદારી સોંપાઈ છે.

આયોજનના સંચાલક ઈશ્વરભાઇ પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, આ સમારોહનો હેતુ સમાજના યુવક યુવતીઓને સામાજિક રીતે સારું પાત્ર શોધી આપવાનો છે. સીતા સ્વપરમાં પાટીદાર દીકરીઓ મોટાભાગની બીએડ, એમબીએ, એમસીએ સહિત ઉચ્ચ રિક્ષિત છે. તેથી મહિને 30 હજારથી વધુ આવક અને સારું ભણેલાં ઉપરાંત સરકારી નોકરી અથવા પોતાનો ધંધો હોય અને પરિવાર સાથે રહેતો હોય તેવા છોકરાઓને પ્રાથમિક્તા આપવામાં અવી છે.

આ સીતા સ્વયંવરમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ તેમજ પાટીદાર સમાજના અગ્રણીઓ પણ હાજરી આપશે. સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં બે દિવસનો આ સ્વયંવર યોજાશે. આ સીતા સ્વયંવરમાં તમામ યુવતીઓને હોલમાં બેસાડાશે અને 5-5 યુવકો આવીને પોતાનો પરિચય આપશે. 

પરિચયમાં  પરિવાર, નોકરી, પગાર સહિતની બાબતો કેશે,  હિન્દી સહિત અન્ય ભાષામાં વિગતો અપાશે એટલે અનુવાદકની વ્યવસ્થા પણ કરાઈ છે. નિયમ રાખવામાં આવ્યો છે કે, એક યુવતી ત્રણ યુવકોને જ મળી શકે છે.  યુવતી જેને પસંદ કરે પછી બન્નેને અલગથી મળવા સમય પણ આપવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *