ગધેડા પર બેસી શહેરમાં ફરવા નીકળ્યા, પોલીસે કાન પકડાવી કરાવી ઊઠબેસ

મંગળવારે lockdownનો સાતમો દિવસ હતો. Lockdownમાં લોકો ઘરમાં બંધ છે. એવામાં બે યુવકોએ ફરવાની એક અનોખી રીત અપનાવી. તેઓ ગધેડા પર બેસી શહેરમાં ફરવા લાગ્યા.પોલીસે જ્યારે આ જોયું તો તેમને પકડીને ગધેડા પરથી ઉતાર્યા અને કાન પકડી ઉઠક-બેઠક કરાવી. આ ઘટના ઉત્તર પ્રદેશના મેરઠની છે.

મેરઠના કોતવાલી થાના ક્ષેત્રના શાહપીર ગેટ પાસે પોલીસકર્મીઓએ lockdown માં ગધેડા ઉપર સવાર થઈને જતા બે યુવકોને સુધારવા માટે તેમના કાન પકડાવી ઊઠબેસ કરાવડાવી.

હકીકતમાં શહેરમાં શાહપીર ગેટ પર બે યુવકો ગધેડા ઉપર સવાર થઈ ફરી રહ્યા હતા. શહેરમાં લોકો બહાર ના નીકળે એટલા માટે દરેક જગ્યાએ પોલીસ પણ ગોઠવાયેલી છે.

Lockdown માં જ્યારે પોલીસે બંનેને આ રીતે ગધેડા પર બેસી ફરતા જોયા તો તેમણે રોકી પૂછપરછ કરી. બંને જણાવ્યુ કે અત્યારે કઈ ફરવા માટે નથી મળી રહ્યું તો ગધેડા પર ફરી રહ્યા છીએ.

પોલીસ પણ આ રીતે ગધેડા પર બેસી યુવકોને ફરતાં જોઈ ચોંકી ગઈ.પોલીસે આ બંને લોકોને ગધેડા પરથી ઉતાર્યા અને બંને સુધારવા માટે તેમના કાન પકડાવી ઉઠક-બેઠક કરાવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *