ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના કાસગંજ(Kasganj) જિલ્લામાં મંગળવારના રોજ આજે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત(Accident) સર્જાયો હતો. પટિયાલી પોલીસ સ્ટેશન વિસ્તારના કયામગંજ રોડ પર અશોકપુર ટર્ન ગામ પાસે બોલેરો કાર અને ટેમ્પોની ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે, જ્યારે સાત લોકો ઘાયલ થયા છે.
માહિતી મળતાં પોલીસે ઘાયલોને પટિયાલી સીએચસીમાં લઈ ગયા. જ્યાંથી તમામને જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. મૃતકોના નામ હજુ સામે આવ્યા નથી. હાલમાં પોલીસ માહિતી એકઠી કરી રહી છે. મૃતકોમાં મોટાભાગની મહિલાઓ છે.
ટેમ્પોમાં 10 મુસાફરો સવાર હતા:
પ્રાપ્ત માહિતી અનુસાર, ટેમ્પોમાં 10 મુસાફરો સવાર હતા. જેમાં મોટાભાગની મહિલાઓ હતી. આ મહિલાઓ પટિયાલીમાં આયોજિત સત્સંગમાં ભાગ લેવા જઈ રહી હતી. ત્યારે અશોકપુર મોર ગામ પાસે પુરપાટ ઝડપે આવતી બોલેરો કારે ટેમ્પોને ટક્કર મારી હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે ટેમ્પોના ફુરચા ઉડી ગયા હતા. અકસ્માતમાં ટેમ્પોમાં સવાર મહિલા સહિત છ લોકોના મોત થયા હતા. કહેવાય છે કે બોલેરોમાં આઠ લોકો હતા. તેમાંથી એકનું મોત થયું હતું. ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ છે. જ્યારે ચાર લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.