આપને સૌને ખબર છે કે, સોશિયલ મીડિયા પર અનેક એવા યુવાનો હોય છે, જે સતત કોઈક ને કોઈક રાજકીય પાર્ટીઓને લઈને એલફેલ શબ્દો ભાંડતા હોય છે. તો પાછા ક્યારેક ખેડૂતોના હિતની વાત કરતા હોય છે. તો ક્યારેક સમાજને આગળ મૂકીને રાજકીય પાર્ટીના મુખ્ય નેતાઓને નિશાન પર લેતા હોય છે. તેમજ વધારે પડતી પબ્લિસિટી મેળવી લેતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે.
એક સમયે સૌરાષ્ટ્રવાસી બન્ની ગજેરા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને સોશિયલ મીડિયામાં સતત અપશબ્દો ભાંડતો જોવા મળી રહ્યો હતો. પણ ગઈકાલે ગાંધીનગર કમલમ્ ખાતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની હાજરીમાં તેણે ભાજપનો કેસરિયો ધારણ કરી લેતા રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. આ સાથે સુરતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આ કારણે સોશિયલ મીડિયામાં બળાપો કાઢીને અપમાન જનક ટીપ્પણીઓ કરી હતી.
આવતી કાલે જ ભાજપમાં જોડાયેલા બન્ની ગજેરા સોશિયલ મીડિયા પર મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલને સતત અપશબ્દો બોલતા હોવાના અનેક વીડિયો ફેસબુક પર મૂક્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે સાવ હલકા પ્રકારની ભાષા વાપરતો આ યુવક આખરે ભાજપનો કેસરિયો ધારણ કરતાની સાથે જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સોશિયલ મીડિયા પર પોતાના જ નેતાઓના નિર્ણય સામે રોષ વ્યક્ત કરી પોતાનો બળાપો ઠાલવ્યો હતો.
ભાજપના કાર્યકર્તાઓએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી હતી કે, ચૂંટાયેલા વડાપ્રધાન અને મુખ્યમંત્રી તેમજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખુલ્લેઆમ અપશબ્દો ભાંડનાર પાર્ટીમાં લેતાં કાર્યકર્તાઓ અપમાનજનક સ્થિતિ અનુભવી રહ્યા છે. ત્યારે ભાજપના કાર્યકર્તાએ બળાપો ઠાલવતા કહ્યું છે કે, આવા લુખ્ખાને ભાજપમાં લેવાની શી જરૂર, આવા હરામખોરોથી પાર્ટીને શું લાભ થવાનો?
ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ભાજપ પર જ બળાપો કાઢવામાં આવ્યો:
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.