પતિ સાથે છૂટાછેડા લેવા પત્નીએ કાપી નાખ્યો પ્રાઇવેટ પાર્ટ, જાણો ક્યાં બની આ ઘટના

બીજા લગ્નની લાલસામાં એક પત્નીએ તેના પતિનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાંખવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટનામાં પતિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. અચાનક થયેલા હુમલાથી…

બીજા લગ્નની લાલસામાં એક પત્નીએ તેના પતિનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાંખવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટનામાં પતિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. અચાનક થયેલા હુમલાથી પતિ જાગી ગયો અને પીડાથી બૂમો પાડવા લાગ્યો હતો. જાણવા મળ્યું છે કે, આ મહિલાના લગ્ન સાંમ-સામા થયા હતા. આ ઘટના બાડમેર જિલ્લાના ધોરીમન તાલુકાના ભાલીસર ગામની છે.

પીડિતાના પતિએ મંગળવારે પોલીસમાં કેસ નોંધાવ્યો છે. અગાઉ, મામલો ઉકેલવા માટે લગભગ એક મહિના સુધી બંને પક્ષે સામાજિક સ્તરે પંચાયત ચાલુ રાખી હતી. ફરિયાદ મળતાં પોલીસે પીડિત યુવકનું મેડિકલ ટેસ્ટ કરાવ્યું હતું. મેડિકલ રિપોર્ટ અનુસાર હાલમાં તેનો ઘા રૂઝાઈ ગયો છે, અને પોલીસ તેની પત્નીની પૂછપરછ કરી રહી છે.

પોલીસના એસપી મારફત યુવકનો રિપોર્ટ મળ્યો હતો. એવું જણાવવામાં આવ્યું હતું કે, છ મહિના પહેલા જ તેના લગ્ન થયા છે. પતિ વ્યવસાયએ ખેડૂત છે અને ઘટનાની રાતે ખેતરમાં જ સુતા હતા. તેની સાથે તેની પત્ની પણ હતી. તે ફોન પર બહેન અને ભાભી સાથે વાત કરતી હતી. આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. થોડી વાર પછી પતિ ઊંઘી ગયો. આ પછી રાત્રે સૂતી વખતે તેની પત્નીએ બ્લેડ વડે તેના પતિના પ્રાઈવેટ પાર્ટ પર હુમલો કર્યો હતો.

પતિ વેદનાથી ચીસ પાડી ઊઠ્યો. પરિવારના અન્ય સભ્યો પણ જાગી ગયા હતા. કોઈક રીતે તેને સંભાળ્યો, બીજા દિવસે સવારે તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. નસીબે બ્લેડનો કટ બહુ ઊંડો ન હતો. આ પછી લગભગ એક મહિના સુધી સામાજિક સ્તરે બંને પરિવારોમાં પંચ-પંચાયતી પણ ચાલી. આ દરમિયાન ઘરમાં એક સંબંધીનું પણ મૃત્યુ થયું હતું. ત્યારબાદ પરિવારજનો તેમાં સામેલ થયા, પરંતુ આખરે હવે આ વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી છે.

એસપીના પુછવા પર પત્નીએ જણાવ્યું કે ‘મારી ભાભીએ મારા પતિનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખવાનું કહ્યું હતું. પછી તે નામર્દ થઇ જશે, અને પછી છૂટાછેડા લઈ શકશો. પછી તમે તમારી પસંદના છોકરા સાથે લગ્ન કરી કરશો.’ બીજી તરફ, પીડિતની પત્નીએ ઘટનાના 5 દિવસ પછી મહિલા પોલીસ સ્ટેશનમાં તેના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ દહેજ ઉત્પીડન અને મારપીટનો કેસ નોંધાવ્યો હતો. ત્યારબાદ તે ઘર છોડીને તેના મામાના ઘરે ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *