પોતાના વહાલસોયા દીકરા સાથે માતાએ કુવામાં લગાવી મોતની છલાંગ, એવી શું આપત્તિ આવી પડી કે…

દરેક માતાને પોતાના સંતાન ખુબજ વહાલા હોય છે. પરંતુ આ સંતાનને અલગ કરવામાં આવે ત્યારે માતા ખુબ રિબાય છે. કોઈ માતા પોતાના સંતાનથી દુર રહી…

દરેક માતાને પોતાના સંતાન ખુબજ વહાલા હોય છે. પરંતુ આ સંતાનને અલગ કરવામાં આવે ત્યારે માતા ખુબ રિબાય છે. કોઈ માતા પોતાના સંતાનથી દુર રહી ના શકે. પરંતુ જયારે આ સંતાન જયારે તેના સાસરિયા અને પિયરના વહેચણીનું કારણ બની જાય તો માતા પોતાનો હોશ ગુમાવી બેસે છે. અહિયાં પણ એક માતાએ બે પરિવારના ઝઘડાના કારણે પોતાના વહાલસોયા પુત્ર સાથે કુવામાં કુદી ગઈ હતી. આ સમગ્ર ધટના રાજગઢના મોતીપુર (Rajgarh, Motipur) ગામની છે. 22 વર્ષની એક મહિલા તેના 8 મહિનાના પુત્ર સાથે કૂવામાં કુદી ગઈ હતી.

રાજગઢમાં 22 વર્ષની એક મહિલા તેના 8 મહિનાના પુત્ર સાથે કૂવામાં કુદી ગઈ હતી. જ્યાં સુધી બંનેને બહાર કાઢવામાં આવે ત્યાં સુધીમાં બંનેનાં મોત થઈ ચૂક્યા હતા. મહિલાના માતા-પિતાએ આરોપ લગાવ્યો હતો કે, પુત્રીની હત્યા કરી કૂવામાં ફેંકી દેવામાં આવી છે.

આ સમગ્ર મામલો રાજગઢના મોતીપુરા ગામનો છે. પોલીસને એક કૂવામાંથી માતા અને પુત્રના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે મહિલાના સસુરાલ અને પિયર બંને પક્ષો સાથે વાતચીત કરી હતી, જેમાં બંને પક્ષે એક-બીજા પર આરોપ નાખ્યા હતા. પોલીસે બંને પક્ષોના નિવેદન લીધા બાદ આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહિલાના પરિવારજનોના જણાવ્યા અનુસાર સાસરિયાં પક્ષ તેના બાળકને તેની સાથે રહેવા દેવા માંગતા ન હતા.

સાસરે બોલાચાલી થતા પુત્રને લઈને ઘરેથી નીકળી ગઈ
પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ એ જણાવ્યું કે, તે મહિલાનું નામ ઈન્દિરા (ઉ.22) છે. તે મંગળવારે સાંજે 6 વાગ્યે તેના સાસરિયાંના ઘરે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી બાદ તે ખૂબ જ ગુસ્સામાં હતી. રાત્રે મોકો મળતાં તે તેના પુત્ર કુશને સાથે લઈને ઘર પાસેના કુવા તરફ ગઈ હતી. તે પોતાના પુત્ર સાથે કૂવામાં કુદી ગઈ હતી. થોડા સમય પછી પત્ની અને પુત્ર ન દેખાતા તેનો પરિવાર તેમને શોધવા નીકળ્યો હતો.

શોધવા નીકળેલા પતિને કોઈએ કહ્યું કે તે કૂવા તરફ જતી જોઈ હતી. આ સંભાળતા બધા કુવા તરફ દોડ્યા. કૂવાના પાણીમાં 8 મહિનાનો કુશ દેખાયો હતો. પુત્ર કુશને જોતા ગામના લોકો કૂવામાં કૂદી પડ્યા હતા. કુશને બહાર કાઢ્યા બાદ લગભગ 15 ફૂટ નીચે પાણીમાંથી મહિલાની લાશ પણ મળી આવી હતી. બુધવારે સવારે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. પોલીસે ગુનો નોંધી આ સમગ્ર ઘટના અંગે બંને પક્ષના નિવેદનો લીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *